તાપીમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સ્વચ્છતા તરફ એક પગલાં રૂપે ઘન કચરા વ્યવસ્થાપન માટે ઈ-વ્હિકલનો આરંભ કરવામાં આવ્યો છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 49 ઈ-વ્હિકલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અવસરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 240 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું છે.
ઘનકચરાના વ્યવસ્થાપન માટે ઈ-વ્હીકલનો પ્રારંભ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત સ્વચ્છ ભારત મિશન યોજનામાં ઘન કચરા વ્યવસ્થાપન માટે 49 જેટલા ઈ-વ્હિકલનું લોકાર્પણ કર્યુ છે. ઉચ્છલ તાલુકાના 7 ગામ માટે ઈ-વ્હિકલ, સોનગઢ તાલુકાના 12 ઈ-વ્હિકલ, વ્યારા તાલુકાના 10 ઈ-વ્હિકલ, ડોલવણ તાલુકા 5 ઈ-વ્હિકલ, નિઝર તાલુકા 5, કુકરમુંડા તાલુકાના 4 અને વાલોડ તાલુકા માટે 5 ઈ-વ્હિકલ મળી કૂલ 49 ઈ-વ્હિકલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં તાપી જિલ્લામાં તમામ સ્થળે ઈ-રીક્ષા મારફતે જ ઘન કચરાનું વ્યવસ્થાપન કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતની મુલાકાત લીધી
તમને જણાવી દઈએ કે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતની મુલાકાત લીધી હતી અને વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ હતું. SMCના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડ્રીમ સિટી લિમિટેડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને મુખ્ય સમારોહ બાદ ICCC સેન્ટરની વિઝીટ મુખ્યપ્રધાને કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મેયરના સત્તાવાર બંગલે ડિનર કર્યું હતું.