ધંધૂકા શહેર નજીક ઓનેસ્ટ હોટેલ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકમાં સવાર બે લોકોને ઇજાઓ થતા બંને ઇજાગ્રસ્તોને ધંધૂકાની આરએમએસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.
ધંધૂકા નજીકની ઓનેસ્ટ હોટલ પાસે એક કાર પૂર ઝડપે આવી રહી હતી. ત્યારે આ કારના ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર બે લોકો ફ્ંગોળાઈને રોડ પર પડયા હતા. આ ઘટનાની જાણ થતા આજુબાજુના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને એમ્બ્યુલન્સ વાનના માધ્યમથી તુરત જ શહેરની આરએમએસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે હાલ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
[ad_1]
Source link