Accident: દ્વારકા વરવાડા હાઈવે પર કાર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1 વ્યક્તિનું મોત

0
6

દેવભૂમિ દ્વારકામાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. દ્વારકા વરવાડા હાઈવે પર આર્ટિગા કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતી આર્ટિગા કારે બાઈક ચાલકને અટફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે. હાઈવે રોડની કામગીરીમાં વચ્ચે ડિવાઈડર દીવાલ હોવાથી અનેકવાર અહીં અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.

પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

ત્યારે વરવાળા દ્વારકા હાઈવે પર થયેલા આ ગોઝારા અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે અર્ટિગા કાર પુરપાટ ઝડપે આવી રહી છે અને બાઈક ચાલકને અટફેટે લીધો છે. જો કે ઘટનાની જાણ થતાં જ દ્વારકા પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી અને કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ ચલાવી રહી છે.

ડીસામાં બાઈક અને એકટીવા વચ્ચે અકસ્માત

બીજી બનાસકાંઠના ડીસામાં બાઈક અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો છે, આ અકસ્માતમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. ડીસા પાલનપુર હાઈવે પર નટરાજ કોલ્ડ સ્ટોરેજ પાસે એકટીવા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સામ સામે બંને ટુ વ્હીલર ટકરાતા એક યુવકનું મોત નીપજ્યું અને બીજો વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here