દહેગામમાં સાયકલ બનાવતી કંપનીને વેપારીઓ દ્વારા ૫૩ લાખનો ચુનો ચોપડાયો | A bicycle manufacturing company in Dahegam was scammed by traders worth Rs 53 lakhs

0
16

દેશના અલગ અલગ રાજ્યના વેપારીઓએ છેતરપિંડી આચરી

ડિલીવરી લીધા બાદ નાણા ચૂકવ્યા નહીં ઃ રૃપિયા નહીં મળતા આખરે રખિયાલ પોલીસમાં ગુનો દાખલ કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગામમાં આવેલી સાયકલ અને
તેના સ્પેરપાર્ટસ બનાવતી કંપનીને દેશભરના અલગ અલગ શહેરના વેપારીઓ દ્વારા ૫૩ લાખ
રૃપિયાનો ચૂનો લગાડવામાં આવ્યો છે જેના કારણે આખરે કંપનીએ કંટાળીને આ વેપારીઓ સામે
રખિયાલ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

દહેગામ તાલુકાના સુજાના મુવાડા ખાતે આવેલી અલ્ફા વેક્ટર
પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લીગલ એડવાઇઝર પાર્થ સારથીએ ફરિયાદ નોંધાવી હતી કે કંપની
ભારતભરમાં વિવિધ મોડલની સાયકલો અને સ્પેરપાર્ટ્સનું વેચાણ કરે છે. હૈદરાબાદની
શ્રીલક્ષ્મી સાયકલ કંપનીના માલિક શિવા પ્રસાદ
, પુણેની ટોયઝર કંપનીના માલિક કાદિર નાલબંધ, કાનપુરની
શ્રીસાંઇ એન્ટરપ્રાઇઝના માલિક કુશાગ્ર રસ્તોગી
, ચેન્નઈની લોક એન્ડ કી સાયકલના માલિક ટી. આકાશ, કેરળની એલ.સી
બાઇક પ્રોડક્ટની માલિક સીમા વેનુગોપાલ
,
આંધ્રપ્રદેશની સ્માર્ટ લિવિંગના માલિક કોટીપલ્લી વામસી કિશોર અને મહારાષ્ટ્રના
બાઇસિકલ સ્ટુડિયોના માલિક શાહરૃખ ખાને અલગ-અલગ સમયે કંપની પાસેથી સાયકલો અને
સ્પેરપાર્ટ્સ મંગાવ્યા હતા.આ તમામ વેપારીઓએ કંપનીને વિશ્વાસમાં લઈને માલ વેચાણ
કરવાની અને પેમેન્ટ ચૂકવવાની ખાતરી આપી હતી. જો કે
, માલની ડિલિવરી લીધા બાદ કોઈએ પણ નાણાં ચૂકવ્યા નથી. આ રીતે
કુલ ૫૩ લાખથી વધુની રકમની છેતરપિંડી થઈ છે. કંપનીએ વારંવાર માંગણી કરવા છતાં
પેમેન્ટ ન મળતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને
આરોપીઓને પકડવા દોડધામ શરૃ કરવામાં આવી છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here