જામનગરમાં બ્લેકઆઉટ રદ કરાયું, યુદ્ધવિરામની જાહેરાત બાદ નિર્ણય – Blackout canceled in Jamnagar after seizefire

0
8

Last Updated:

બ્લેકઆઉટ અંગે જામનગરથી મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે.

યુદ્ધવિરામની જાહેરાત બાદ નિર્ણયયુદ્ધવિરામની જાહેરાત બાદ નિર્ણય
યુદ્ધવિરામની જાહેરાત બાદ નિર્ણય

જામનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે આ અંગે સત્તાવાર પુષ્ટી કરી છે. આવામાં લોકો વચ્ચે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે, જ્યાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યાં પાલન કરવામાં આવશે કે નહીં? ત્યારે બ્લેકઆઉટ અંગે જામનગરથી મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં બ્લેકઆઉ રદ કરાયું છે. દ્વારકા જિલ્લામાં પણ બ્લેકઆઉટનો આદેશ રદ કરાયો છે.

આ નિર્ણય યુદ્ધવિરામની જાહેરાત બાદ લેવાયો છે. જેની જાહેરાત જામનગર કલેક્ટરે કરી છે. આજે આપેલ બ્લેકઆઉટનો આદેશ રદ્દ કરાયો છે. જ્યારે જામનગરમાં વીજપુરવઠો યથાવત રહેશે.

જામનગરવાસીઓને તકેદારીના ભાગરૂપે સાવચેતી અને સલામતી જાળવવા તથા જરૂર જણાયે જિલ્લા કંટ્રોલરૂમનો સંપર્ક કરવા કલેક્ટર કેતન ઠક્કરે અપીલ કરી છે.

નોંધનીય છે કે, આજે બપોરે તણાવની સ્થિતિને જોતાં જામનગરના કલેક્ટર દ્વારા જિલ્લામાં લોકોને અપીલ કરવામાં આવી હતી. જેમાં નાગરિકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત આજનો દિવસ વેપાર અને ધંધાને બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત જામનગર શહેર અને તેમજ જિલ્લામાં બ્લેકઆઉટનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here