નવી દિલ્હીઃ સપ્તાહનો પહેલો દિવસ શેરબજારના રોકાણકારો માટે ઘણો સારો રહ્યો છે. સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં લગભગ 500 પોઈન્ટની તેજી આવી હતી, જ્યારે નિફ્ટીમાં 150 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ એક સમયે લગભગ 900 પોઈન્ટ ઉછળ્યો હતો, બાદમાં તેમાં થોડો ઘટાડો થયો હતો. શેરબજારમાં તેજી આવતા એક જ દિવસમાં રોકાણકારોને 1 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો
સોમવારે સેન્સેક્સ 498.58 પોઈન્ટના વધારા સાથે 78,540.17 પર અને નિફ્ટી 165.95 પોઈન્ટના ઉછાળા સાથે 23,753.45ના લેવલે બંધ થયો હતો. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 1100 પોઈન્ટથી વધારેના ઘટાડા સાથે બંધ થયો હતો.
આ પણ વાંચોઃ
યાર! અમને તો IPO લાગતો જ નથી, આ ટિપ્સ ફોલો કરશો તો લાગવાના ચાન્સ વધી જશે
ક્યાં સેક્ટરમાં જોવા મળી તેજી?
સોમવારે ઘણા સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. જેમાં બેંકિંગ, FMCG, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ અને ઓઈલ એન્ડ ગેસ જેવા સેક્ટર સામેલ છે. જ્યારે બીજી બાજુ કેટલીક કંપનીઓના શેર એવા પણ હતા, જેમાં માર્કેટમાં તેજી હોવા છતાં ઘટાડો થયો હતો. જેમાં આઈટી સેક્ટર મુખ્ય રહ્યું.
આ પણ વાંચોઃ
1000 કરોડનો આવી રહ્યો છે IPO! અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને અજય દેવગણે આ કંપનીમાં કર્યું છે મોટું રોકાણ
આ કારણે ઝૂમી ઉઠ્યું બજાર
-
રોકાણકારો લાર્જ કેપ શેરોમાં ભારે રોકાણ કરી રહ્યા છે. આ કારણે પણ માર્કેટમાં તેજી આવી.
-
અમેરિકા અને એશિયાના બજારોમાં મજબૂત વધારો જોવા મળ્યો છે. અમેરિકાનું શટડાઉન ટળી ગયું છે. આનાથી પણ માર્કેટમાં તેજી આવી છે.
-
મોટી કંપનીઓના શેરના ભાવ વધ્યા છે, જેમાં ITC, HDFC બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વગેરેનો સમાવેશ થાય છે.
કેટલો ફાયદો થયો?
સોમવારે માર્કેટમાં તેજી આવતા રોકાણકારોને જોરદાર ફાયદો થયો છે. રોકાણકારોને એક જ દિવસમાં 1 લાખ કરોડ રૂપિયાનો નફો થયો છે. આ તેજીની સાથે BSEનું માર્કેટ કેપ 441 લાક કરોડ રૂપિયાથી વધીને 442 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર