- બીલીયાપુરા ખાતે 11 કુંડી મારુતિ યજ્ઞનું આયોજન કરાયું
- કંજરી ભીડભંજન હનુમાન મંદિરે 24 કલાક અખંડ રામાયણનો પાઠ યોજાશે
- હનુમાન જયંતિની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે
હાલોલ નગર સહિત તાલુકામાં મંગળવાર ના રોજ હનુમાનજીનો જન્મદિવસ હોઈ હનુમાન જયંતિ પર્વની ઉજવણી કરવા માટે હનુમંત ભક્તોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને લઇને હનુમાન જયંતિની પર્વની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ચૈત્ર સુદ પૂનમ એટલે ભગવાન શ્રીરામ ના પરમ ભક્ત એવા હનુમાનજી ના જન્મ દિવસ, જન્મ જયંતિ નિમિત્તે પ્રતિવર્ષે આ શુભદિને હનુમાન જયંતિની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે. જ્યારે ચાલુ વર્ષે પણ હનુમાન જયંતિની ઉજવણી હાલોલ નગરના કંજરી રોડ પર આવેલ ભીડભંજન હનુમાન મંદિર તેમજ બિલિયાપુરા ખાતે બાલા ભોલા હનુમાનજી મંદિર સાહિત પંથક માં આવેલ તમામ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ પર્વ ની ઉજવણી ને લઈ હનુમંત ભક્તો દ્વારા છેલ્લા ઘણા સમય થી તૈયારીઓ કરવા માં આવે છે. જેને હનુમંત ભક્તો દ્વાર આખરી ઓપ આપી રહ્યા છે.
કંજરી રોડ ઉપર આવેલ ભીડભંજન હનુમાન મંદિર ખાતે છેલ્લા 41 વર્ષથી આ શુભ દિવસે ના આગળના દિવસે 24, કલાક અખંડ રામાયણનો પાઠ કરવામાં આવે છે. જે આ ચાલુ વર્ષે પણ અખંડ રામાયણનો પાઠ નું આયોજન કરવામાં આવેલ છે. આ મંદિર ખાતે સતત 42મોં વર્ષનો અખંડ રામાયણ પાઠ આજે સવારે 10.00 કલાકે શાસ્ત્ર્રોક્ત વિધિ કરી પાથ નો આરંભ થયો હતો. જે મંગળવાર ના રોજ 9.00 કલાકે પૂર્ણ થશે. ત્યારબાદ સવારના 10.30 કલાકેથી શ્રી મારૂતિ યજ્ઞનો વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્ર્રોક્ત વિધિવત મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો આરંભ થશે. જે સાંજે 5.00 કલાકે હવનકુંડમાં શ્રીફ્ળ હોમી આ મારુતિ યજ્ઞનું સમાપન કરવામાં આવનાર છે. ત્યારબાદ 6.15 કલાકે હનુમાનજી મંદિર ખાતે મહા આરતી કર્યા બાદ રામ રામાયણ યુવક મંડળ હાલોલ દ્વારા મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્યારે નગરના બીલીયાપુરા ખાતે આવેલ શ્રી બાલા હનુમાનજી મંદિર દ્વારા આયોજિત હનુમાન જયંતી ઉજવણી પ્રસંગને અનુલક્ષી ને 11 કુંડી મારુતિ યજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યજ્ઞનો પ્રારંભ સવારે 9.00 કલાકે કરવામાં આવશે. ત્યારબાદ શાસ્ત્ર્રોક્ત વિધિ અનુસાર સાંજે 5.30 કલાકે હવનકુંડમાં શ્રીફ્ળ હોમી યજ્ઞનું સમાપન કરવામાં આવશે. ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.
બાલા હનુમાનજી મંદિર મહાપ્રસાદીનું આયોજન
હનુમાન જયંતી પર્વ ને લઈ બાલા બાલા હનુમાનજી મંદિર તેમજ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બંને મંદિર ખાતે મહાપ્રસાદી માં 1000 કિલો જેટલી બુંદી, 1000 કિલો ફૂલવડી તેમજ ગાંઠીયા, ઉપરાંત 500 કિલો તુવેર ની દાળની દાળ તેમજ 750 કિલો ઘઉંના લોટની પુરી, 800 કિલો શાક તેમજ 3000 કિલો ચોખા નો ભાત બનાવી મહાપ્રસાદ તરીકે પીરસવામાં આવનાર છે. જેને તૈયારીઓ ને બંને મંદિરો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.