- જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા
- 26 કિલો બિન આરોગ્યપ્રદ ખાદ્ય-ચીજોનો સ્થળ પર નાશ કરાયો
- ખાણી પીણીની લારીઓ વાળા છું મંતર થઇ ગયા હતા
હાલોલ શહેર ના જુદા જુદા વિસ્તારમાં આજે જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા દવારા 66 જેટલી ખાણી પીણી ની લારીઓ ઉપર ચેકીંગ હાથધરી 26 કિલો બિન આરોગ્યપ્રદ ખાદ્ય-ચીજોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. જીલ્લા ખોરાક અને ઔષધની ટીમ આજે નગરમાં ચેકીંગ કરતા ચકચાર મચી ગઈ હતી. કેટલીક ખાણી પીણીની લારીઓ વાળા છું મંતર થઇ ગયા હતા.
હાલોલ શહેરમાં આજે પંચમહાલ જિલ્લા ના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા દ્વારા હાલોલ ના વડોદરા રોડ ઉપર આવેલ બગીચા વિસ્તાર, કંજરી રોડ, અને બસ-સ્ટેશન વિસ્તારમાં આવેલ કુલ-66 ખાણીપીણીની લારીઓ તથા ફસ્ટ ફુડની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં વિવિધ દુકાનોમાંથી રજવાડી ચા તથા ભાજીપાઉનું શાક મળી કુલ-4 શંકાસ્પદ નમુનાઓ લઇ તપાસ માટે ગુજરાત રાજયની ફુડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જયારે આ સાથે તપાસ દરમ્યાન વપરાયેલ તેલનું ટી.પી.સી ચેક કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન 26 કિલોગ્રામ બિન આરોગ્યપ્રદ ખાદ્ય-ચીજોનો તેમજ 8 કીલોગ્રામ ન્યુઝ પેપર કે જેમાં નાસ્તો પીરસવામાં આવતો હતો. આ તમામ ચીજ વસ્તુનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. ફુડ સેફ્ટી ઓફીસરો દ્વારા ફુડ સેફ્ટી એકટ, રૂલ્સ, એન્ડ રેગ્યુલેશન હેઠળ ફુડ રજીસ્ટ્રેશન મેળવી લેવા અને સ્વચ્છતા બાબતે શિડયુલ-4, મુજબ પાલન થતું ન હોય તેવા લોકોને નોટીસ ફ્ટકારવામાં આવી હતી. તેમ ડેઝીગ્નેટેડ ઓફ્સિર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા-પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવ્યું હતું. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આવી રીતે વારંવાર ચેકીંગ હાથધરવામાં આવે જેથી કરીને ખાણીપીણીની લારીઓ તથા ફસ્ટ ફુડની દુકાનોમાં ચોખ્ખાઈ રહે અને લોકોને શરુ ફૂડ મળી રહે અને ખાણીપીણીની લારીઓ પર ગમે તેવો સમાનનો ઉપયોગ નાકરે.