- પાવગઢના માંચી સ્થિત ઉષા બેક્રો ફઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો
- ડોકટર દ્વારા 180 જેટલા ગ્રામજનોના તપાસ કરી યોગ્ય નિદાન કરાયું
- ઉષા બેક્રો ફાઉન્ડેશન દ્વારા અંતરિયાળ ગામોમાં સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે
યાત્રાધામ પાવાગઢ માંચી સ્થિત ઉષા બેક્રો ( ઉડાન ખટોલા ) ફાઉન્ડેશન દ્વારા હાલોલ તાલુકા ના વિવિધ ગામોમાં તેમજ અંતરિયાળ ગામોમાં સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં શુક્રવાર ના રોજ પાવાગઢની તળેટીમાં આવેલ નવાગામ બાંધેલી અને છતરડીવાવ ગામે ફરી મેડિકલ કેમ્પ નું આયોજન કર્યું હતું. મેડિકલ કેમ્પ માં અંદાજીત 180 જેટલા ગ્રામજનોના આરોગ્યની બાબતે બ્લડ પ્રેશર, સુગર અને ઓક્સિજન લેવલ વિગેરે નિષ્ણાત ડોકટર દ્વારા તપાસ કરી યોગ્ય નિદાન કર્યું હતું.
નવાગામ બાંધેલી ગ્રામ પંચાયત તેમજ છતરડીવાવ ગ્રામ પંચાયત ના સહયોગથી ગ્રામજનો માટે ગામ ની પ્રાથમિક શાળા ના પટાંગણમા ની શુલ્ક મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનો આરોગ્યની નિષ્ણાત ડોકટર દ્વારા તપાસ નિદાન કરવામાંઆવ્યું હતું. મેડિકલ કેમ્પને સફ્ળ બનાવવા માટે ઉષા બેક્રો ફઉન્ડેશનના મેનેજર સહીત તેમની ટીમ, નવાગામ બાંધેલી તેમજ છતરડીવાવ ગ્રામ પંચાયતના સરપંચ, ડે.સરપંચ,પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકગણ દ્વારા જરૂરી વ્યવસ્થા અને સહકાર આપવામાં આવ્યો હતો.