- વાગિશકુમારની હાજરીમાં વૈષ્ણવો વ્રજમય બની ગયા
- વૈષ્ણવો સહીત મહારાજશ્રી પણ ડોલી ઉઠયા
- પ્રસિદ્ધ ગાયક કલાકાર શ્રીભગવતી પ્રસાદ દ્વારા રસીયાનુ ગાન કરવામાં આવ્યું
હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ મેઘદૂત સોસાયટી ખાતે વલ્લભાચાર્યજીના તુતિય પીઠના પ્રબુદ્ધ આચાર્ય અને ગાદીપતિ કાંકરોલી નરેશ પૂ.પ. ગોસ્વામી 108 વાગીશકુમાર મહારાજની ઉપસ્થિતિમાં હોળી રસિયા સંગ ફૂલ ફાગ ઉત્સવ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. આ શુભ અવસરે વલ્લભાચાર્યજીના તુતિય પીઠના યુવરાજ પૂ. વેદાંતકુમાર મહોદયશ્રી તેમજ પ.પૂ. શ્રી સિદ્ધાંતકુમાર મહોદય પણ ઉપસ્થિત રહેતા છોટે કાંકરોલીનું બિરુદ મેળવેલ હાલોલ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો વ્રજમય બની ગયા હતા. તેમાં પણ પ્રસિદ્ધ ગાયક કલાકાર શ્રીભગવતી પ્રસાદ દ્વારા રસીયાનુ ગાન કરવામાં આવતા જાણે વ્રજમાં શ્રી ઠાકોરજી સાથે ફાગ ઉત્સવ માનવતા હોય તેમ લાગી રહ્યું હતું.
હોળી રસીયા માં ગાયક ભગવતી પ્રસાદ દ્વારા સંગીતમય સુર સાથે વ્રજભાષામાં રસીયાનું ગણકારતા વૈષ્ણવો સહીત મહારાજશ્રી પણ ડોલી ઉઠયા હતા. જેજે એ પોતાના હાથે ફૂલની શેડો ઉડાડી હોળી ખેલ્યા હતા. આ પ્રસંગે હાલોલ નગર સહીત આજુ બાજુના ગામ માંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી.