સોમનાથ મહાદેવના ભક્તો માટે ખુશખબર, આજથી અમદાવાદ-કેશોદ વચ્ચે ફ્લાઇટ સર્વિસ શરુ | keshod airport authority started ahmedabad keshod diu flight mumbai flight frequency increases

HomeJunagadhસોમનાથ મહાદેવના ભક્તો માટે ખુશખબર, આજથી અમદાવાદ-કેશોદ વચ્ચે ફ્લાઇટ સર્વિસ શરુ |...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Ahmedabad-Keshod-Diu flight Started : જૂનાગઢના કેશોદમાં નવાબના સમયથી ઍરપૉર્ટ બનાવેલું છે. નોંધનીય છે કે, વર્ષો સુધી આ ઍરપૉર્ટ પર ફ્લાઇટની અવર-જવર બંધ હતી. પરંતુ, છેલ્લાં અઢી વર્ષથી આ ઍરપૉર્ટ ફરી શરુ કરવામાં આવ્યું છે. ત્યારે હવે જૂનાગઢ વાસીઓ માટે આ ઍરપૉર્ટને લઈને વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. પહેલા અહીં ફક્ત કેશોદથી મુંબઈની ફ્લાઇટ મળતી હતી, પરંતુ કેન્દ્ર સરકારની ઉડાની યોજના હેઠળ કેશોદ ઍરપૉર્ટ પરથી 29 ઑક્ટોબરથી સપ્તાહમાં ત્રણ દિવસની ફ્લાઇટ સેવા શરુ થઈ છે. આજથી મુસાફરો અમદાવાદ-કેશોદ-દીવની ફ્લાઇટનો પણ લાભ લઈ શકાશે. આ નિર્ણયથી ખાસ કરીને સોમનાથ મહાદેવ જતા શ્રદ્ધાળુઓ ખુશખુશાલ છે.

અમદાવાદથી ક્યારે મળશે ફ્લાઇટ?

અમદાવાદ-કેશોદ-દીવ વચ્ચે શરુ થતી આ ફ્લાઇટ અઠવાડિયાના મંગળવાર, ગુરુવાર અને શનિવારે કાર્યરત રહેશે. અમદાવાદથી આ ફ્લાઇટ સવારે 10:10 મિનિટે ઉપડશે જે સવારે 10:55 કલાકે કેશોદ પહોંચાડશે. ત્યારબાદ આ ફ્લાઇટ કેશોદથી દીવ માટે રવાના થશે. બાદમાં તે બપોરે 3:55 કલાકે દીવથી ઉપડી ફરી કેશોદ આવશે. ત્યાંથી બપોરે 4:20 મિનિટે ઉડાન ભરશે અને 5:10 વાગ્યે અમદાવાદ પહોંચશે. 

આ પણ વાંચોઃ દિવાળી વેકેશનમાં પ્લેનથી ફરવા જવાના હોવ તો ચેતજો! એરપોર્ટે જાહેર કરી એડવાઇઝરી

પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન

જૂનાગઢ-ગિરનાર તેમજ આસપાસમાં આવેલાં સોમનાથ, માધવપુરા જેવા ધાર્મિક સ્થળો તેમજ ગીર અભયારણ્યમાં સિંહ દર્શન, ચોરવાડ હોલિડે કેમ્પ, દીવ સહિતના પર્યટન સ્થળોને પ્રોત્સાહન આપવા અને વેપાર-ધંધા તેમજ રોજગારી વધે તેને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય-રાજ્ય બહાર કે વિદેશ જતાં મુસાફરોની સરળતા માટે અઠવાડિયામાં ત્રણવાર એરલાઇન્સ એર એટીઆર 72 વિમાન અમદાવાદ-કેશોદ-દીવની ઉડાન ભરશે.

ઍરપૉર્ટથી સોમનાથ મંદિર સુધી નિઃશુલ્ક બસ સુવિધા

આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ તરફથી નિઃશુલ્ક પીકઅપ બસ સેવા પણ શરુ કરવામાં આી છે. કેશોદ વિમાનમથક પર ઉતરતાં યાત્રિકો અને શ્રદ્ધાળુઓને ઉત્કૃષ્ટ આતિથ્ય અનુભવ આપવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક એસી પીક-અપ બસ સેવા શરુ કરવામાં આવી છે. આ સેવાથી મુંબઈ-કેશોદ ફ્લાઇટ અને નવી શરુ કરવામાં આવેલી અમદાવાદ-કેશોદ ફ્લાઇટમાં આવનાર યાત્રાળુઓને આરામદાયક અને સુગમ મુસાફરીનો અનુભવ આપશે. 

મુંબઈની ફ્લાઇટમાં પણ કરાયો વધારો

નોંધનીય છે કે, કેશોદ-મુંબઈ વચ્ચે જે ફ્લાઇટ શરુ હતી, તેની ફ્રિક્વન્સીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પહેલાં કેશોદથી મુંબઈ જવા અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઇટ મળતી હતી, જે હવે ચાર દિવસ મળશે. કેશોદથી મુંબઈ જતી ફ્લાઇટ હવે રવિવાર, સોમવાર, બુધવાર અને શુક્રવારે મળશે. કેશોદ ઍરપૉર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, મુંબઈ જતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 72 મુસાફરોની કેપેસિટી સાથે આ ફ્લાઇટ શરુ કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ મોદીએ સાંચેઝ અને તેમના પત્નીને સમજાવ્યું તોરણનું મહત્ત્વ, શરણાઇના સૂર સાંભળીને સાંચેઝના પગ થંભી ગયા

મંત્રી-ધારાસભ્યે કરી હતી રજૂઆત

કેશોદ ઍરપૉર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, મુંબઈના મુસાફરોની સંખ્યામાં વધારો થતાં સાંસદ મનસુખ માંડવિયા અને ધારાસભ્ય દેવાભાઈ માલમે કેશોદ-મુંબઈ ફ્લાઇટમાં વધારાની માગ કરી હતી. આ સાથે જ કેશોદથી અમદાવાદના પ્રવાસીઓમાં વધારો જોવા મળતાં તે માટે પણ ફ્લાઇટની માગ કરવામાં આવી આવી હતી. જેને ધ્યાને લઈને આ કેશોદ-અમદાવાદ ફ્લાઇટમાં વધારો કરી અમદાવાદ-કેશોદ-દીવની ફ્લાઇટ શરુ કરવામાં આવી છે. 





Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon