રાજકોટ: ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલાના મામલામાં પીઆઈ સંજય પાદરિયા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. જૂનાગઢના પી.આઈ. સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા દ્વારા સંજીવ પાદરીયા પર હત્યાના પ્રયાસ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે ગુજરાત સરકારના ગૃહ વિભાગે કડક પગલાં લેતા પીઆઈ પાદરીયાને શિસ્તભંગની કાર્યવાહી હેઠળ સાંજ સુધીમાં સસ્પેન્ડ કરવાની શક્યતા દર્શાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જયંતિભાઈ સરધારાએ પીઆઈ પાદરીયા પર હુમલાનો આરોપ મૂકી ફરિયાદ નોંધાવી છે. રાજકોટ તાલુકા પોલીસ મથકમાં BNSની કલમ 109(1), 115(2), 118(1), 352, 351(3) તથા GP એક્ટ 135(1) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પીઆઈ પાદરીયાના ખોડલધામ સાથેના સંબંધોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:
ખોડલધામ અને સરદારધામના વિવાદમાં નરેશ પટેલે ચિંતા વ્યક્ત કરી!
આ ચર્ચાસ્પદ હુમલાની ઘટના અંગે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં નવા વળાંક આવ્યા છે. ફૂટેજ અનુસાર, પીઆઈ પાદરીયાના હાથમાં કોઈ હથિયાર દેખાતું નથી. તેઓ માત્ર ચાલતા જોવા મળે છે, જ્યારે જયંતીભાઈ સરધારા તેમની કારમાંથી ઉતરી તેમના તરફ જતાં જોવા મળે છે. મારામારીની ઘટનાથી પહેલા જયંતીભાઈએ જ હુમલો કર્યો હોવાની પણ ચર્ચા છે.
આ પણ વાંચો:
ખોડલધામ Vs સરદારધામનો આખો વિવાદ શું છે?
રાજ્યના મુખ્યમંત્રીએ ગૃહ વિભાગની સાથે બેઠક કરી આ મામલે ગંભીર નોંધ લીધી છે. રિપોર્ટ મુજબ, પીઆઈ સંદીપ પાદરીયા હાલ ઓફિશિયલ રજા પર છે અને તેમના હથિયાર નોંધાવવામાં આવ્યા છે. છતાં, રાજ્ય સરકાર આક્ષેપોને ગંભીરતાથી લઈ, પીઆઈ પાદરીયાને શિસ્તભંગની કાર્યવાહી હેઠળ નિલંબિત કરી શકે છે.
નોંધનીય છે કે, આ પ્રકરણમાં તથ્ય આધારિત તપાસ જરૂરી છે. સરદારધામના ઉચ્ચ હોદ્દેદારના આક્ષેપો અને વિવાદાસ્પદ સીસીટીવી ફૂટેજ વચ્ચે સરકાર માટે નિર્ણય કરવો પડકારરૂપ છે. આજે સાંજ સુધીની સરકારની કાર્યવાહી ઉપર આ મામલો રાજકીય વળાંક લઈ શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર