જામનગર: શોખ મોટી વાત છે અને અનેક લોકો જુદા જુદા શોખ ધરાવતા હોય છે. આવો જ એક શોખ એટલે વાહનના નંબરનો શોખ. પસંદગીના નંબર વાળા વાહનો લેવા માટે લોકોમાં અનોખી ઘેલછા જોવા મળતી હોય છે. ત્યારે અનેક લોકો પસંદગીના નંબરો લેવા માટે કોઈ પણ હદે જવા તૈયાર થઈ જાય છે. ત્યારે લોકોના વિચિત્ર શોખને ધ્યાનમાં રાખીને અનેક વીઆઇપી નંબરોની જાહેરમાં હરાજી થાય છે અને લોકો પોતાના પસંદગીના નંબરો માટે સૌથી ઊંચી બોલી લગાડતા હોય છે.
સરકાર દ્વારા પણ પસંદગીના નંબરો માટે ઓનલાઈન હરાજી કરવામાં આવે છે અને તે આરટીઓ વિભાગ માટે આવકનું એક નવું સાધન બની ગયું છે. આવક સરકારની તિજોરીમાં જમા થાય છે. ત્યારે લોકો પોતાની પસંદગીના નંબર મેળવવા માટે અનેક ગણા રૂપિયા ખર્ચવા તૈયાર હોય છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં જામનગર આરટીઓ વિભાગને ત્રણ કરોડથી વધુ રકમની આવક માત્ર પસંદગીના નંબર મેળવવામાંથી થઈ છે.
પીઆરઓ પીયુષ કુબાવતે જણાવ્યું હતું કે, જામનગર આરટીઓમાં જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીમાં કુલ 8022 વાહનોએ પસંદગીના નંબર મેળવવા માટે જાહેર હરાજીમાં ભાગ લીધો હતો. RTO દ્વારા પસંદગીના નંબર મેળવવા ઈચ્છુક લોકો માટે ઓનલાઈન હરાજી યોજવામાં આવે છે. જેમાં ઈચ્છુક વાહન માલિકોએ પોતાના પસંદગીના નંબર પર બોલી લગાડવાની હોય છે. ચાલુ વર્ષ દરમિયાન કુલ ચાર નવી સીરિઝ બહાર પાડવામાં આવી હતી. જેમાંથી જામનગર RTOને કુલ 3.61 કરોડની આવક થવા પામી છે. જેમાં પસંદગીના નંબર માટેની હરાજીમાં સૌથી વધુ કમાણી ફોર વ્હીલર્સમાં છે.
આ પણ વાંચો:
‘રૂપેણ’ નામની વાછરડીની કિંમત 3 લાખ રૂપિયા, આવી રીતે પડ્યું નામ
સત્તાવાર વિગત અનુસાર વાત કરવામાં આવે તો GJ10EC ની સીરિઝમાં 0777 નંબર માટે સૌથી વધુ રૂપિયા 3.71 લાખની આવક અને 0007 નંબર માટે 1.83 લાખની બોલી લગાડવામાં આવી હતી. ટુ વ્હીલર્સ માટેના પસંદગીના નંબરની ઓનલાઈન હરાજીમાં GJ 10 ED 0007 નંબરમાં સૌથી વધુ 77 હજારની બોલી લગાવવામાં આવી હતી.
આ પણ વાંચો:
સિંહ જોવા માટેનું બેસ્ટ સ્થળ છે આ સફારી પાર્ક, પ્રવાસીઓ થયા રાજીના રેડ
જામનગર RTO માટે વરદાન રૂપ બનતા અનેક ગણી આવક વધી છે. ત્યારે જામનગર જેવા નાના જિલ્લામાં વર્ષે 3 કરોડની આવક RTO ને થઈ છે તો જામનગર સિવાય મોટા શહેરમાં આ આવકના આંકડા પણ મોટા હોય શકે છે. અમુક શહેરોમાં તો ગાડી કરતાં નંબરના વધુ ભાવ હોવાનું પણ ક્યાંક સામે આવતું હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર