- શનિવારે સાંજે તોફાની વરસાદે શિનોરમાં સર્જેલી તારાજી
- વૃક્ષો અને વીજપોલ પડતા રસ્તા બંધ, રજાના દિવસે કામગીરી કરાઇ
- આમ કમોસમી વાવાઝોડા અને વરસાદથી ભારે નુકશાન થયેલ છે
શિનોરમાં ગઈકાલે વાવાઝોડા સાથે પડેલ ધુંઆધાર વરસાદથી ખેતી પાકો કેળ, દિવેલા, સૂઢીયું, બાજરી, મકાઈ અને ફ્ળોનો રાજા કેરીને મોટાપાયે નુકશાન થતાં ખેડૂતો ચિંતાતુર બનેલ છે. ઠેર ઠેર માર્ગો પર વૃક્ષો પડી જતા, વીજ ખાતાના ટી.સી. સહિત વાયરો તૂટી જતાં આજે રજાના દિવસે કામગીરી હાથ ધરાઇ હતી.
શિનોર પંથકમા ગઈકાલે તા.29 શનિવારના રોજ સવારથી જ વાદળછાયું વાતાવરણ બાદ બપોર પછી સાજે 5:30ના સમયે અચાનક પુર ઝડપે વાવાઝોડું ફૂકાયું હતું. વાવાઝોડા સાથે ગાજવીજ સાથે ધુંઆધાર વરસાદની પણ એન્ટ્રી થઇ હતી. અને વરસાદ સાથે વાવાઝડું ફૂકાયુ હતું. જેને કારણે ખેત પેદાશોને ભારે નુકશાન થયેલ છે. કેળના લુમ લાગેલા ઠળિયા પણ ધરાશાયી થયેલ છે. ફ્ળોનો રાજા કેરી આ વર્ષે એમ પણ વારંવાર વાતાવરણમાં પલટો, વરસાદ પડતાં પાક ઓછો અને લેટ પણ હતો. ત્યારે હાલ કેરી પણ આબાઓ પર ઝૂલતી હતી. જે આ ગઈ કાલના વાવાઝોડાએ સપાટામાં લેતા આબા પરથી કેરીઓ સાથે સાથે વૃક્ષ પણ નીચે પડી ગયા હોય ભારે નુકશાન થયેલ છે. મકાઈ, બાજરી, સુઢીયુંને પણ નુકશાન થયેલ છે. તેમજ ખેતરોમાં સુકાવવા મુકેલા દિવેલા પણ પાણીમાં વહી ગયા હતા. વાવાઝોડા થી માર્ગ પર વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. વીજ વાયરો પણ તૂટી જતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા વાવાઝોડા બાદ તુરત જ કામે લાગી ગયા હતા. અને આજે પણ નુકશાન થયેલ ટી.સી., વીજ થાંભલા અને વીજ વાયરોની મરામત હાથ ધરી છે. આમ કમોસમી વાવાઝોડા અને વરસાદથી ભારે નુકશાન થયેલ છે.