- જિલ્લા કલેક્ટરની સૂચનાથી જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અમલ
- PMJAY યોજના અંતર્ગત 4થી એપ્રિલ સુધી લાભાર્થીઓનો ડોર ટૂ ડોર સરવે કરાશે
- આશા વર્કરોના સથવારે આજથી સર્વેની કામગીરી શરૂ કરાયેલ છે
જિલ્લા કલેકટર વડોદરાની સુચનાથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વડોદરા દ્વારા વડોદરા જિલ્લાના પી.એમ.જે.એ.વાય યોજના અંતર્ગત લાભાર્થીઓનો હાઉસ ટુ હાઉસ સર્વે કરવા બાબત દરેક તાલુકા હેલ્થ ઓફ્સિર તથા મેડિકલ ઓફ્સિરોને સૂચના આપેલ છે. તે મુજબ શિનોર તાલુકાના તમામ ગામોમાં એક માત્ર આશા વર્કરોના સથવારે આજથી સર્વેની કામગીરી શરૂ કરાયેલ છે.
વડોદરા જિલ્લાના પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીને પી.એમ.જે.એ.વાય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ સમયસર મળી રહે તે માટે જિલ્લાના લાભાર્થીઓની જાણકારી માટે હાઉસ ટુ હાઉસ સર્વે કરી લાભાર્થી પાસે આયુષ્યમાન કાર્ડ છે કે નહીં તે નક્કી કરવાનું હોવાથી તમામ ગામોમાં આશા વાઇઝ સર્વે કરાવવા આદેશ મળતા, આજ તા.2 એપ્રિલ રવિવારના રજાના દિવસથી આશાવર્કરો દ્વારા નક્કી કરેલ ફેર્મેટ મળ્યા વગર ચોપડામાં સર્વે કામગીરી શરૂ કરાયેલ છે. અને તા.4 એપ્રિલ બપોરે આ કામગીરી પૂરી કરવાની છે. નિયત પત્રક- ફેર્મેટમાં અનુક્રમ નંબર 1થી 15 સુધીની માહિતી ભરવાની હોય છે અને એક કુટુંબની માહિતી ખરેખર સાચી ભરવાની હોય તો 10થી 15 મિનિટ નો સમય થાય છે, દરેક આશા વર્કર પાસે 150થી 160 કુટુંબો હોય છે, આમ માત્ર અઢી દિવસમાં આ કામગીરી કરવી તે લગભગ અશક્ય જેવી વાત છે. પરંતુ ઓફ્સિોમાં બેસીને પરિપત્રો દ્વારા સૂચના આપનાર અધિકારીઓ આ હકીકતથી વાકેફ્ હોવા છતાં નાના કર્મચારીઓ ઉપર કામનું ભારણ નાખે છે. આશા બહેનોએ દરેક ઘરના દરેક વ્યક્તિના કાર્ડ નંબર નોંધવાના, કાડૅ ના હોય તો ના લખવાનું, કયા કારણથી નથી તે લખવાનું અને કેવી રીતે આયુષ્યમાન કાર્ડ નીકળે તેની સમજણ દરેકને આપવાની, આમ એક ફેર્મેટનું પત્રક ભરતા આશાઓને 10થી 15 મિનિટ ઉપરાંતનો સમય જાય છે. આશાઓનો ઈન્સેન્ટિવ મર્યાદિત હોય છે. જ્યારે 5 આંકડા અને 6 આંકડાનો પગાર લેનારા મોટા કર્મચારીઓ અને અધિકારીઓ માત્ર સુપર વિઝન અને આદેશ કરીને સંતોષ માને છે. રમજાન માસમાં રોજા રાખનાર મુસ્લિમ આશા વર્કરો પણ આદેશનો અમલ કરવા સતત બપોરના ફરી રહ્યા છે. આજે રવિવારની રજા હોવા છતાં પણ આશાવર્કરો દ્વારા વગર પત્રકે ચોપડામાં નોંધ કરાઈ રહી છે. આશાઓને જરૂરી ફેર્મેટ પણ તંત્ર દ્વારા અપાયેલ નથી. તેના માટે જવાબદાર કોણ ?.