વેરાવળ બંદર પાસે 350 કરોડના ડ્રગ્સમાં ઝડપાયો માસ્ટર માઈન્ડ

HomeVeravalવેરાવળ બંદર પાસે 350 કરોડના ડ્રગ્સમાં ઝડપાયો માસ્ટર માઈન્ડ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • મુખ્ય માસ્ટર માઈન્ડ અલ્લારખાની જામનગર (બેડી) ખાતેથી ધરપકડ
  • ડ્રગ્સ મામલે હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે
  • અગાઉ પણ ત્રણ આરોપીઓ ઝડપાઈ ગયા છે

ગુજરાતનો દરિયા કિનારો જાણે ડ્રગ્સ માફિયાઓ માટે મુખ્ય માર્ગ થઈ ગયો હોય તેમ થોડા દિવસ પહેલા વેરાવળ બંદર પરથી એક બોટમાં 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ તેમની હજુ તપાસ ચાલુ છે. ત્યાં પોરબંદરના દરિયામાંથી પણ હજારો કીલો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.ત્યારે હાલમાંજ વેરાવળ બંદર પરથી ઝડપાયેલા ડ્રગ્સમાં બોટના ટંડેલ અને હેરોઇન લેવા આવનાર એમ કુલ ત્રણ વ્યક્તિ ની ધરપકડ કરી હતી, જેમાં જાણવા મળ્યું કે ડ્રગ્સ ની હેરાફેરી ઓમાનના દરિયામાં થઈ હતી અને ડ્રગ્સ ઈરાનથી આવ્યું છે, જો કે આ હેરોઇનનો મોટો જથ્થો કોણે મંગાવ્યો એ મામલે વધુ તપાસ હાથ ધરાતા બહાર આવ્યું કે વિદેશથી ઇશાક રાઉ ઉર્ફે મામો નામના વ્યક્તિએ આ ડ્રગ્સ મંગાવ્યું હતું.

માસ્ટર માઈન્ડ પકડાયો

જોકે ઇશાક રાઉ ઉર્ફે મામો દ.આફ્રિકામાં છે, અને આફ્રિકાથી સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત ડ્રગ્સનું નેટવર્ક ચલાવે છે, ત્યારે આખરે આ ડ્રગ્સ ક્યા અને કોને પહોચાડવાનું હતું ?તે સવાલ ને લઈ પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું કે, જામનગરના બેડીમાં અલારખા નામનો શખ્શ છે.આ અલારખા ગુજરાતભર તેમજ અન્ય રાજ્યોમાં ડ્રગ્સ ના વેપારમાં મુખ્ય માસ્ટરમાઈન્ડ હોવાનું પોલીસ તપાસમાં જણાયું છે. વિદેશોમાંથી ગુજરાતમાં કેવી રીતે ક્યાંથી ઘુસાડવું ? તેમ જ તેમનું વેચાણ અને ખરીદી.રૂપિયાનું ચૂકવણૂ.સહિતનુ આખું પ્લાનિંગ ગુજરાતનો અલારખા કરતો હોવાનું પોલીસે જણાવ્યું છે.

અલારખા મુખ્ય આરોપી

જે ઇશાક રાઉ ઉર્ફે મામા ના કોન્ટેકટમાં છે અને એટલું જ નહિ તે હેરોઇન મંગાવવાથી લઈ ને સપ્લાય સુધીનું નેટવર્ક સંભળાતો હતો. જોકે ગીર સોમનાથ પોલીસે આ અલારખાને દબોચી વેરાવળ લઈ આવી છે અને તેની પૂછપરછ હાથધરી છે. પોલીસના જણાવ્યા મુજબ હેરોઇન મંગાવવાથી સપ્લાય અને ક્યા માણસને કયું કામ સોંપવું અને રૂપિયા આપવાથી લઈ મોટા ભાગનું કામ અલારખા સાંભળતો હોવાનું બહાર આવ્યું છે. અને આગામી દિવસોમાં વધુ નામો ખુલી શકે છે.તેમજ મોટો ઘટસ્ફોટ થવાની પૂરી સંભાવના પોલીસ સેવી રહી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon