- દવાખાનામાં વીજપુરવઠો ખોરવાતા જનરેટર મૂકી સારવાર અપાઈ
- બિપરજોય વાવાઝોડા ની અસર વીરપુર તાલુકામાં પણ જોવા મળી
- ભારે પવન તેમજ વરસાદનું જોર જોવા મળ્યું હતું
બિપરજોય વાવાઝોડા ની અસર વીરપુર તાલુકામાં પણ જોવા મળી હતી. ભારે પવન તેમજ વરસાદનું જોર જોવા મળ્યું હતું. મહિસાગર કલેક્ટરના આદેશ બાદ વિરપુરનું તંત્ર પણ એલર્ટ હતું. હેલ્પલાઇન નંબર જાહેર કરાયો હતો. જો કે ગુરૂવારે અચાનક ભારે પવન સાથે વરસાદી ઝાપટા થયા બાદ રાત્રે આઠ વાગ્યાની આસપાસ ભારે પવન સાથે વરસાદ પડતા વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. ભારે પવનથી વીરપુર સરકારી દવાખાના પાછળ મોટું વૃક્ષ વીજપોલ પર પડતા ચાર વીજપોલ ધરાશાઇ થતા રાત્રે વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. દવાખાનામાં વીજપુરવઠો ખોરવાતા જનરેટર ચલાવી ઇનડોર દર્દીઓને સારવાર અપાઇ રહી હતી. તાલુકામાં સવાર સુધીમાં 3 મી.મી વરસાદ થયો છે.