- વિકસિત ભારત, વિકસિત ગુજરાત અંતર્ગત નારીશકિત વંદના કાર્યક્રમ યોજાઈ
- અધિકારીઓ, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી
- તાલુકાની મહિલાઓને સહાય અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા
વિસનગર પાલડી ચોકડી ખાતે આવેલ એપીએમસી ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુલ ઉપસ્થિતમાં વિકસિત ભારત, વિકસિત ગુજરાત અંતર્ગત નારીશકિત વંદના કાર્યક્રમ યોજાઈ ગયો. ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતમાં વિસનગરની સખીમંડળની બહેનોને સ્વ સહાય જૂથની સહાય અર્પણ કરવામાં આવી જેમાં અધિકારીઓ, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત 13 હજારથી વધુ સ્વ-સહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને 2,50 કરોડથી વધુની સહાયનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વર્ચ્યુલ માધ્યમથી સખીમંડળની બહેનોને સહાય આપી લાભાન્વિત કરવામાં આવી જે અંતર્ગત વિસનગરમાં પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિસનગર શહેર અને તાલુકાની મહિલાઓને સહાય અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.