- હાલની સ્થિતિએ વિધાનસભામાં કુલ 177 સભ્યો
- વિધાનસભા ચૂંટણી બાદ 5 ધારાસભ્યોના રાજીનામા
- હાલમાં ભાજપના 156 ધારાસભ્યો છે
વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા ફરી ઘટી છે. જેમાં હાલની સ્થિતિએ વિધાનસભામાં કુલ 177 સભ્યો છે. તેમાં વિધાનસભા ચૂંટણી બાદ 5 ધારાસભ્યોના રાજીનામા પડ્યા છે. હાલમાં ભાજપના 156 ધારાસભ્યો છે. તેમજ કોંગ્રેસના 14 ધારાસભ્યો, AAPના 4 ધારાસભ્યો છે.
અપક્ષ 2 ધારાસભ્યો, SPના 1 ધારાસભ્ય છે
અપક્ષ 2 ધારાસભ્યો, SPના 1 ધારાસભ્ય છે. કોંગ્રેસના 3, AAPના 1 ધારાસભ્ય રાજીનામા આપી ચૂક્યા છે. તેમજ એક અપક્ષ ધારાસભ્યે રાજીનામુ આપ્યુ છે. લોકસભા ચૂંટણીને હવે ગણતરીનો જ સમય બાકી રહ્યો છે. આ દરમિયાન ગુજરાત જોડ તોડીની રાજનીતિએ વેગ પકડ્યો છે. અત્યાર સુધી કોંગ્રેસના બે અને એક આમ આદમી પાર્ટી અને એક અપક્ષ ધારાસભ્યએ પોતાનું રાજીનામું ધરી દીધું છે. ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ પણ રાજીનામું ધરી દીધું છે. હવે લોકસભાની સામાન્ય ચૂંટણી સાથે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે.
વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યા બળ 14 પર પહોંચ્યું
એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારી શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન હવે 5 બેઠકો (ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા અને પોરબંદર ) પર પેટા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે. એક તરફ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન રહ્યું છે. જેમાં 17 બેઠકો જ મળી છે કોંગ્રેસને ત્યારે હવે આ આંકડો પણ સતત ઘટી રહ્યું છે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યા બળ 14 પર પહોંચ્યું છે.