ભરૂચ પોલીસને મોટી સફળતા મળી છે. પાનોલી GIDCમાં આવેલ કામધેનું એસ્ટેટ-2માંથી મોટી માત્રામાં વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી વિગતો પ્રમાણે NH 48 પર આવેલ કામધેનું એસ્ટેટના ગોડાઉનમાં વિદેશી દારુનો જથ્થો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પાનોલી પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન તપાસ કરતા દારુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે દારુનો જથ્થો કબજે કરીને આ દારું ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોના કહેવા પર આ ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
Source link