વિકાસ ગાંડો થયો! મોદી શાસનમાં ડૉલર સામે રૂપિયો 62 થી વધી 85 એ પહોંચ્યો, તમામ રેકોર્ડ તૂટ્યાં | Rupee plunges: It breaks below 85 against the dollar

Homesuratવિકાસ ગાંડો થયો! મોદી શાસનમાં ડૉલર સામે રૂપિયો 62 થી વધી 85...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Dhandhuka: બાજરડા ગામે નામો મતદાર યાદીમાંથી કમી કરાતા રોષ

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના બાજરડા ગામમાં વિચરતી અને વિમુક્ત જાતિઓના ડફેર પરિવારો વર્ષોથી રહે છે. તેઓ સીમ રખોપું અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન...

Indian Currency Rupees News | કરન્સી બજારમાં  આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી ઝડપથી આગળ વધતાં ડોલરના ભાવ ઉછળી રૂ.85ની સપાટી પ્રથમ વખત પાર કરી જતાં કરન્સી બજારમાં નનો ઈતિહાસ સર્જાયો હતો. રૂપિયામાં આજે તીવ્ર કડાકા વચ્ચે 85નું નવું નીચું તળિયું જોવા મળતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયી હતા. તથા રિઝર્વ બેન્કના ટોચના અધિકારીઓ પણ રૂપિયાના આવા ઝડપી ધોવાણથી મુંઝવણ અનુભવતા દેખાયા હતા. રૂપિયો તળિયે પટકાતાં દેશમાં મોંઘવારી તથા ફુગાવો વધુ વકરશે એવી ભીતિ  પ્રવર્તી રહી છે.

ડોલરના ભાવ રૂ.84.96 વાળા સવારે રૂ.85.04 ખુલ્યા પછી ભાવ વધુ વધી ઉંચામાં રૂ.85.9 થઈ છેલ્લે બંધ ભાવ રૂ.85.08 રહ્યા હતા.  રૂપિયો તૂટી જતાં દેશમાં આયાત થતાં ક્રૂડતેલ, સોના-ચાંદી તથા વિવિધ કૃષી ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ છે 

વિશ્વ બજારના સમાચાર મુજબ અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં વધુ પા ટકાનો ઘટાડો બુધવારે મોડી રાત્રે કરાયો હતો તથા ત્યાં ફેજરલ રિઝર્વના અધ્યક્ષે એવા સંકેતો પણ આપ્યા હતા કે અમેરિકામાં ફુગાવો હજી અપેક્ષા મુજબ કાબુમાં આવ્યો નથી  એ જોતાં હવે પછી ત્યાં 2025ના નવા વર્ષમાં વ્યાજના દરમાં ઘટાડાની ગતી ધીમી પડવાની શક્યતા તેમણે દર્શાવી હતી.

 આ સંકેતો વચ્ચે વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઝડપી ઉછળી 108ની સપાટી પાર કરી ગયાના સમાચાર મળ્યા હતા. આ સમાચારના પગલે ઘરઆંગણે પણ કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો બોલાઈ ગયો હતો એવું બજારના  સૂત્રોએ જણાવ્યું હતું.

અધૂરામાં  પુરું ઘરઆંગણે શેરબજાર ગબડતાં તેની અસર પણ આજે રૂપિયા  પર નેગેટીવ પડી હતી.  ડોલરનો આઉટફલો વધ્યાની  ચર્ચા હતી. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધી બે વર્ષની ટોચને આંબી ગયો હતો. ડોલર ઈન્ડેક્સ આ વર્ષે સાડા છ ટકાથી વધુ ઉંચકાયો છે. આજે આ ગ્લોબલ ઈન્ડેકસ ઉંચામાં 108.13 થઈ 107.92 રહ્યાના સમાચાર હતા.

રૂપિયા સામે ડોલરના ભાવ એક સપ્તાહમાં રૂ.84.79થી ઉછળી ઉંચામાં રૂ.85.09સુધી પહોંચતાં ટૂંકાગાળામાં   30 પૈસાનું ધોવાણ રૂપિયામાં થઈ જતાં હવે રિઝર્વ બેન્ક તથા સરકારી બેન્કો બજારમાં ફરી એકટીવ થવાની શક્યતા પણ જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, આરબીઆઈ દ્વારા આજે ફોરવર્ડ ડોલર સેલ વધારવામાં આવ્યું હતું.

બજારના જાણકારોના જણાવ્યા મુજબ આરબીઆઈ દ્વારા આવા બાય-સેલ સ્વેપમાં બે સેશનમાં  આશરે ૩થી ૪ અબજ ડોલરના ફોરવર્ડમાં સ્વેપ  સોદા કર્યાનો અંદાજ બતાવાતો હતો. આરબીઆઈ દ્વારા આવી સક્રિયતાના કારણે રૂપિયામાં વધુ ધોવાણ ધીમુ પડયાની ચર્ચા હતી.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ 7 પૈસા ઘટી રૂ.107.72જ્યારે યુરોના ભાવ 57 પૈસા ઘટી રૂ.88.59 રહ્યા હતા.  જાપાનની કરન્સી 1.79 ટકા ગબડી હતી. જ્યારે ચીનની કરન્સી 0.02 ટકાનો નજીવો ઘટાડો બતાવતી હતી. 2014 માં રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.62.33 સરેરાશ રહ્યા હતા. એ જોતાં 10 વર્ષમાં ડોલરના ભાવ રૂ.62.33 થી વધી રૂ.85 ઉપર ગયા છે. 2023માં ભાવ રૂ.81.94 હતા એ જોતાં એક વર્ષમાં ડોલરના ભાવ આશરે સાવ ત્રણ રૂપિયા વધી ગયા છે. ડોલર ઉછળતાં દેશમાંથી નિકાસને વેગ મળવાની તથા આયાતી ચીજો મોંઘી થવાની ગણતરી જાણકારો બતાવતા હતા.

2014ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીએ જ ગગડતાં રૂપિયાને મુદ્દો બનાવ્યો હતો… 

2014ની લોકસભા ચૂંટણી વખતે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ ડૉલર સામે નબળાં થતાં રૂપિયાને મુદ્દો બનાવ્યો હતો અને તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ સામે આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસે ભારતીય ચલણ રૂપિયાને આઈસીયુમાં પહોંચાડી દીધો છે. જ્યારે હવે મોદી ખુદ વડાપ્રધાન છે ત્યારે રૂપિયાની ડૉલર સામે ગગડતી વેલ્યૂ પર પોતે મૌન સાધી લીધું છે. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon