વડતાલ દ્રિશતાબ્દી મહોત્સવમાં બાબા રામદેવ પધાર્યા, સંતો સાથે શ્રીહરિમંડપની મુલાકાત લઈ ધન્યતા અનુભવી

HomeKhedaવડતાલ દ્રિશતાબ્દી મહોત્સવમાં બાબા રામદેવ પધાર્યા, સંતો સાથે શ્રીહરિમંડપની મુલાકાત લઈ ધન્યતા...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

વડતાલ: સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક રાજધાની વડતાલ ખાતે ભવ્ય અને દિવ્ય દ્રિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે યોગ ગુરુ બાબા રામદેવ આ મહોત્સવમાં પધાર્યા હતા. તેમણે સૌ પ્રથમ મંદિરમાં વિરાજિત દેવોના દર્શન કર્યા હતા. ત્યાર બાદ વડતાલ ગાદીના ચેરમેન દેવપ્રકાશ સ્વામી અને મુખ્ય કોઠારી સંતવલ્લભ સ્વામી તથા અન્ય સંતો સાથે શ્રીહરિમંડપમાં શિક્ષાપત્રી જ્યાં લખાઈ હતી તેની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો:
મોટા સમાચાર: 16 વર્ષીય સગીરાને ગર્ભપાતની મંજૂરી, ગુજરાત હાઈકોર્ટે ગર્ભપાત સંબંધિત કિસ્સાઓમાં જાહેર કરી માર્ગદર્શિકા

લોકોને યોગનું મહત્વ સમજાવ્યું

સભા મંડપમાં આચાર્ય મહારાજ અને સંતો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પછી બાબા રામદેવે ઉપસ્થિત ભક્તોને યોગનું મહત્ત્વ સમજાવ્યું હતું અને જણાવ્યું હતું કે, વડતાલ દ્રિશતાબ્દી મહોત્સવ આ એક મોટો મહાકુંભ છે. આ સંસ્કૃતિનો મહાપર્વ છે. સ્વામિનારાય ભગવાન પણ મહાયોગી હતા એટલે એમના અનુયાયીઓએ પણ યોગાભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મારી યોગની યાત્રાની શરૂઆત સુરતથી થઈ હતી એટલે ગુજરાત મારી યોગની કર્મભૂમિ છે. અત્યારે સનાતનનો ગૌરવકાળ ચાલી રહ્યો છે અને આ કાળમાં અમે સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક રાજધાની વડતાલમાં દ્રીશતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. અહીં ધર્મનો મહા કુંભ જોવા મળ્યો છે. આની સ્મૃતિઓ આપણા મનમાં અંતિમ શ્વાસ સુધી રહેશે જ. નાના બાળકો પણ સો વર્ષ સુધી દ્રિશતાબ્દી મહોત્સવને યાદ રાખશે. સ્વામિનારાયણ ભગવાને દરેક જ્ઞાતિના લોકોનો ઉદ્ધાર કર્યો, એકત્વ જોવું હોય તો શિક્ષાપત્રી અને વચનામૃતમાં જોવા મળે છે.

આ પણ વાંચો:
“ભાજપનું કામ ભાજપ કરે અમારે જે કરવું છે તે અમે કરીશું” બનાસકાંઠામાં માવજી પટેલનું મોટું નિવેદન

વચનામૃત છે એજ આપણું વેદામૃત: બાબા રામદેવ

ઉલ્લેખનીય છે કે બાબા રામદેવે એવું પણ કહ્યું કે, મેં 30 વર્ષ પહેલાં શિક્ષાપત્રીનો અભ્યાસ કર્યો છે. શિક્ષાપત્રી વાંચ્યા પછી જ મને ગુજરાતી બોલતા આવડ્યું છે. દરેક સનાતન ગ્રંથોનો સાર શિક્ષાપત્રીમાં મને વાંચવા મળ્યો છે. જે વચનામૃત છે એ જ આપણું વેદામૃત છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો સૌથી મોટું તત્ત્વ સુચિતા પૂર્ણ આચરણ અને સાધુમાં પૂર્ણ તપશ્ચર્યાનું આચરણ તથા સ્વધર્મ માટે પોતાનું સર્વસ્વ આહૂત કરવાની શ્રદ્ધા આ દરેક બાબતે મેં જોઈ છે. આ બધું જીવનમાં આત્મસાત કરી લઈએ તો ધર્મ આપણા જીવનમાં અવતરિત થઈ જાય છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon