લીલી પરિક્રમા કરનાર યાત્રાળુઓની વ્હારે આવી 108 સેવા, એક દિવસમાં 123 લોકોના જીવ બચાવ્યા | junagadh lili parikrama 108 emergency service handle 123 case in one day

HomeJunagadhલીલી પરિક્રમા કરનાર યાત્રાળુઓની વ્હારે આવી 108 સેવા, એક દિવસમાં 123 લોકોના...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Junagadh Lili Parikrama: જૂનાગઢમાં લીલી પરિક્રમા શરુ થઈ ચૂકી છે. લીલી પરિક્રમામાં યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને 108ની સેવા સહિત અનેક સુવિધાઓ ગોઠવવામાં આવી છે. લીલી પરિક્રમા પદયાત્રીઓ માટે 108ની સુવિધા 24X7 ચાલુ રહેશે. જેમાં પરિક્રમાના પહેલાં દિવસે જ 108 સેવા 123 જેટલાં દર્દીઓની વ્હારે આવી હતી.

એક જ દિવસમાં 123 લોકોની કરી સારવાર

તેવામાં જૂનાગઢ જિલ્લાના કલેક્ટર માર્ગદર્શન હેઠળ લીલી પરિક્રમાના 36 કિ.મી. માર્ગમાં યાત્રાળુના આરોગ્યને ધ્યાનમાં રાખીને 10 જેટલા હંગામી દવાખાના ઊભા કરાયા, આ સાથે 16 એમ્બ્યુલન્સ પણ ખડે પગે રાખવામાં આવી છે. જેમાં એક જ દિવસમાં 108 દ્વારા 123 દર્દીઓની સ્થળ પર જ સારવાર કરી યોગ્ય હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

આ પણ વાંચોઃ પરિક્રમા દરમિયાન હૃદય થંભી જતાં આઠ યાત્રિકોના મોત, ‘ઝડપથી યાત્રા પૂર્ણ કરવાનું ન લો જોખમ’

આ રીતે વિવિધ વિભાગનો કરો સંપર્ક

જૂનાગઢમાં પરિક્રમા દરમિયાન યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિવિધ વિભાગ અને તેના કંટ્રોલ રૂમના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, પોલીસ વિભાગ, ફાયર ઇમરજન્સી, 108 સેવા, સિવિલ હૉસ્પિટલ કંટ્રોલ રૂમ, સહાયતા કેન્દ્ર સેન્ટ્રલ બસ સ્ટેન્ડ, ટ્રાફિક પોલીસ, વન વિભાગ, SDRF અને SEOC GANDHINAGARનો સમાવેશ થાય છે. 

લીલી પરિક્રમા કરનાર યાત્રાળુઓની વ્હારે આવી 108 સેવા, એક દિવસમાં 123 લોકોના જીવ બચાવ્યા 2 - image

આ પણ વાંચોઃ સાળંગપુર હનુમાનજીને 14 કિલો ચાંદી-1.8 લાખથી વધુ હીરાજડિત વાઘા, 1800 કલાકે બન્યા વસ્ત્રો

108એ ભજવી મહત્ત્વની ભૂમિકા

મળતી માહિતી મુજબ, ભવનાથ પોલીસ સ્ટેશન, મેંદપરા, બિલખા રામનાથ મંદિર, ભવનાથ એન્ટ્રીગેટ, કાળવા ચોક તરફ, ભવનાથ પાર્કિંગ, રેલ્વે સ્ટેશન, ગિરનાર પર્વત પાસે, વંથલી બાયપાસ હાઇવે રોડ પર આ સેવા સ્થળાંતરિત કરી અને ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સિવાય પરિક્રમાને લગતાં લગભગ 37 જેટલા પરિક્રમારૂટ પર સ્થળાંતર કરવામાં 108 એ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon