- ડાઈનાસોરના ઉદ્દભવ, નાશ સુધીની જાણકારી મળી રહેશે
- રૂ. 16.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ મ્યુઝિયમ ખુલ્લુ મુકાશે
- દેશનો સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફેસીલ પાર્ક
બાલાસિનોરથી 11 કિ.મી.ના અંતરે આવેલ રૈયોલી ખાતેના દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફેસીલ પાર્ક ખાતે રૂા. 16.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ ડાઈનાસોર મ્યુઝિયમ ફેઝ-2નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સવારના 11-00 કલાકે લોકાર્પણ કરાશે. આ વિશિષ્ટ સંગ્રહાલયમાં અદ્યતન ટેકનોલોજીના આધારે મહાકાય ડાઈનાસોરના ઉદ્દભવ અને નાશ સુધીના ઇતિહાસની જાણકારી મળી શકશે.
ડાઈનાસોર મ્યુઝિયમ ફેઝ-2માં તૈયાર કરવામાં આવેલ આ વિશિષ્ટ સંગ્રહાલયમાં અદ્યતન ટેકનોલોજીના આધારે મહાકાય ડાઈનાસોરના ઉદ્દભવ અને નાશ સુધીના ઇતિહાસની જાણકારી મળી રહે અને દેશ-વિદેશના પ્રવાસીઓ, સંશોધકો અને વૈજ્ઞાનિકો સહિત ફોસિલ પાર્કની મુલાકાતે આવતા શાળાના બાળકોથી માંડી ડાઈનાસોરની સૃષ્ટિમાં અભ્યાસમાં રસ ધરાવતા તજજ્ઞો પુરાતત્વ વિદો સંશોધકોને આ જીવાષ્મીની અનેક વાતો- ગાથાઓ જાણવા મળે તે માટે 5-ડી થિયેટર, ડિજિટલ ફેરેસ્ટ, 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી, એકસપેરીમેન્ટ લેબ, સેમી સકર્યુલેશન પ્રોજેકશન, મુડલાઇટ, 3-ડી પ્રોજેકશન મેપીંગ અને હોલોગ્રામ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે.આમ, હવે રૈયોલી-બાલાસિનોરના ફેસીલ પાર્ક-ડાઈનાસોર ખાતે બે(2) મ્યુઝિયમનું નિર્માણ થતાં હવે ગુજરાતના પ્રવાસન ધામો સાથે હવે આ મ્યુઝિયમ પણ ચમકવાની સાથે વિશ્વના દેશોની હરોળમાં અગ્રેસર ભૂમિકા નિભાવવામાં મહત્વનું બની રહેશે.