રાપરના ડાભુંડાનાં ત્રણ રસ્તા પાસે ચોરીની બાઈક સાથે ત્રણ ઝડપાયા | Three were caught with stolen bikes near the three roads of the rapper’s Dabhunda

HomeBHUJરાપરના ડાભુંડાનાં ત્રણ રસ્તા પાસે ચોરીની બાઈક સાથે ત્રણ ઝડપાયા | Three...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img


રાપરના ડાભુંડાનાં ત્રણ રસ્તા પાસે ચોરીની બાઈક સાથે ત્રણ ઝડપાયા 1 - image

પૂર્વ કચ્છ, અમદાવાદ અને મહેસાણામાંથી ચોરી કરેલી કુલ 7 બાઈકો કબ્જે કરાઈ 

ગાંધીધામ: રાપરનાં ડાભુડા ત્રણ રસ્તા પાસે પોલીસે ચોરી કરેલી બાઈક સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે ત્રણેય શખ્સોની પૂછપરછ કરતા તેમના કબ્જામાંથી પૂર્વ કચ્છ, અમદાવાદ અને મહેસાણાનાં અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરેલી કુલ ૭ બાઈકો પોલીસે કબ્જે કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર રાપર પોલીસે તપાસ દરમિયાન રાપરનાં ડાભુડા ત્રણ રસ્તા પાસે નંબર પ્લેટ વગરની બાઈક પર જતા ત્રણ શખ્સો ૧૯ વર્ષીય ગોવિંદસિંગ સત્કારસિંગ સરદાર,  ૨૩ વર્ષીય કરીમશા મામદશા શેખ અને ભચુખાન સાયબખાન બલોચ (રહે. ત્રણેય રાપર)ને ઝડપી પાડયા હતા. જેમાં તેમની બાઈકનાં ચેસીસ નંબર પોકેટકોપ મોબાઈલની મદદ વડે સર્ચ કરતા બાઈક રાપર વિસ્તારમાંથી ચોરી થઇ હોવાનું સામે આવ્યુ હતુ. જેથી પોલીસે બાઈક કબ્જે કરી પકડાયેલા શખ્સોની પૂછપરછ કરતા માલુમ પડયું હતુ કે, તેમણે આ બાઈક સાથે પૂર્વ કચ્છ, અમદાવાદ અને મહેસાણા વિસ્તારમાંથી અલગ અલગ કુલ ૭ બાઈક ચોરી હોવાનું સામે આવ્યુ હતુ. જેથી પોલીસે  રાપર વિસ્તારનાં અલગ અલગ જગ્યા પર ચોરી કરી સંતાડીને રાખેલી ૭ બાઈકો શોધી કબ્જામાં લઈ ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon