01
જૂનાગઢ: ભવનાથની પરિક્રમા અને સોમનાથ મેળો, જે હાલ સૌરાષ્ટ્રમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. લોકો ભવનાથ પરિક્રમા બાદ સોમનાથના મેળામાં અચૂક આવે છે ત્યારે સોમનાથમાં કાર્તિક પૂર્ણિમાના મેળામાં આકર્ષણરૂપ બન્યો છે રાજકોટ મધ્યસ્થી જેલના ભજીયાનો સ્ટોલ. કેદની સજા ચાલુ હોવા છતાં કોઇપણ જાતની હાથકડી કે બંધન વગર ખુલ્લામાં ચટાકેદાર ભજીયા બનાવી વિતરણ કરતા બંદીવાન બંધુઓ તંત્રે મુકેલ વિશ્ચાસનો ભંગ કરતા નથી. આ સાથે લોકો પણ કેદીઓના સ્વાદિષ્ટ ભજીયા માણી આનંદિત થાય છે.