ગાંધીનગર: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની કમાન મજબૂત બનાવવાનું શરૂ કર્યું છે. રાજ્યના વિકાસ માટે સ્થાનિક સ્તરે જરૂરી નિર્ણયો લેવા અને પંચાયતી રાજની મજબૂતી માટે CM ભૂપેન્દ્ર પટેલ હવે જિલ્લાના પંચાયત પ્રમુખોને રૂબરૂ મળશે.
CM કાર્યાલયમાં દર મંગળવારે મુલાકાતની વ્યવસ્થા
હવે દરેક મંગળવારે બપોરે 1:00 વાગ્યા થી 1:30 સુધી જિલ્લા પંચાયત પ્રમુખો મુખ્યમંત્રીના કાર્યાલયમાં જઈ પોતાની રજૂઆતો કરી શકશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ જિલ્લામાં ઊભી થતી સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાનું છે.
CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવાશે તાત્કાલીક પગલા
દરેક જિલ્લાની સમસ્યાઓ અને વિકાસની જરૂરિયાતોને ગંભીરતાથી સાંભળી અને તેના ઉકેલ માટે તાત્કાલિક પગલાં લેશે. કારણકે જિલ્લા પંચાયતના પ્રમુખોની રજૂઆતોને સીધા સાંભળવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો:
ગુજરાતના પોલીસ બેડામાં મોટો ફેરફાર, કુલ 25 IPSની બદલી કરવામાં આવી
જિલ્લા પંચાયત પ્રમુખો માટે મોટી તક
આ નવુ પગલું CM અને પંચાયતી રાજના પ્રતિનિધિઓ વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરશે. વિવિધ જિલ્લાઓના પ્રમુખો પોતાની જગ્યાની સમસ્યાઓ જેવા કે પાણી પુરવઠો, વિકાસ, ગામડાઓમાં આરોગ્યસેવાઓ અને શિક્ષણ વ્યવસ્થાને લઈને સીધા રજૂઆત કરી શકશે.
લોકલ સ્વરાજ્યમાં સુધારા લાવવાનો પ્રયાસ
આ નવા તબક્કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ રાજ્યમાં વિકાસના કામોમાં ઝડપ લાવવા માટે સરકાર સજ્જ છે. CM ભૂપેન્દ્ર પટેલની આ પહેલનો હેતુ છે જિલ્લા સ્તરે મજબૂત યોજનાઓ ઘડવી અને આગામી ચૂંટણીમાં લોકોનો વિશ્વાસ જીતવો.
આ પણ વાંચો:
GPSCએ 11 પરીક્ષાની તારીખ જાહેર કરી, કુલ 2800 જગ્યા માટે યોજાશે પરીક્ષા
અગાઉ પણ પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી મહત્વના નિર્ણયો લીધેલા
CMએ આ પહેલાં પણ સ્થાનિક સરકારોના પ્રતિનિધિઓ સાથે રૂબરૂ મિટિંગ કરીને અનેક મહત્વના નિર્ણયો લીધા છે. આ પગલું રાજ્યમાં ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં વિકાસ માટે મહત્વનું સાબિત થશે. જેમા ગ્રામીણ વિસ્તારોમાં હવે વિકાસની ગતી વધું ઝડપી બનશે
ચૂંટણી પહેલા રાજકીય મહત્વ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ BJP માટે મહત્વની છે, કારણ કે તે સરકારના લોકપ્રિયતાના આંકલનનું માપદંડ બને છે. CMની આ પહેલ ભાજપના પ્રદેશ સંગઠન અને સ્થાનિક સ્તરે પ્રભાવ માટે પણ મહત્વની રહેશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર