- તગડો નફો આપવાની લાલચે લાખો રૂપિયા પડાવ્યા
- વિસનગરના 3 શખ્સો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
- શેરબજારમાં નુકસાન થયુ છે કહી ફરિયાદની ધમકી આપી
બેંગ્લોરના યુવકને શેરબજારમાં નફો કમાવવો ભારે પડ્યો છે. જેમાં તગડો નફો આપવાની લાલચે રૂપિયા 40.75 લાખ પડાવ્યા છે. વિસનગરના 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભેજાબાજોએ શરુઆતમાં નફો કમાવી વિશ્વાસમાં લીધો હતો. શેરબજારમાં નુકસાન થયું છે કહી ફરિયાદની ધમકી આપી હતી.
મોબાઈલ ફોન ઉપર શેરબજારમાં તગડો નફો આપવાની લાલચ આપી
વિસનગરના 3 શખ્સોએ મોબાઈલ ફોન ઉપર શેરબજારમાં તગડો નફો આપવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવી લીધા છે. શરૂઆતમાં રૂપિયા 6.75 લાખ ટ્રાન્સફર કરાવી નફો કમાવી આપી વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં રૂપિયા 25 લાખનું નુકશાન થયું છે. નહિ ભરો તો કેસ કરીશુંની ધમકી આપી રૂપિયા 25 લાખ પડાવ્યા છે. રૂપિયા 25 લાખ પડાવ્યા બાદ રૂપિયા 32 લાખ નફો થયો છે તેમ કહી રૂપિયા 9 લાખ પડાવ્યા હતા.
શેરબજારના ચક્કરમાં રૂપિયા 40.75 લાખ પડાવી લેવાયા
શેરબજારના ચક્કરમાં રૂપિયા 40.75 લાખ પડાવી લેવાયા હતા. જેમાં વિસનગરના ઠાકોર સેધાજી બાબુજી, ઠાકોર અક્ષયકુમાર ભેમાજી, સથવારા રજનીભાઇ નીતીનભાઇ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.