અરવલ્લી: ગુજરાતમાં જાણે મુસીબત ઓછી થવાનું નામ ન લઈ રહી હોય તેવું લાગે છે. ભારે મેઘતાંડવ બાદ હવે તીડનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં તીડના ઝુંડ દેખાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો તીડ આવ્યા હોવાનો દાવો કરી રહ્યાં છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં 15 વર્ષ બાદ તીડના ઝુંડ દેખાયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. જેને લઈને સમગ્ર પંથકના ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
અરવલ્લીના 25 થી વધુ ગામો તીડના ઝપેટમાં આવ્યા છે. જેમાં જીતપુર, ખાખરિયા, ઈસરી, ખુમાપુર સહિતના ગામોમાં તીડ જોવા મળ્યા છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે, જો વરસાદ ન થાય તો તીડની સંખ્યા વધી શકે છે. આ સાથે જ તીડથી ખેતીના ઉભા પાકને નુકસાનની પણ ભીતિ છે. આ બાબતે જિલ્લા ખેતીવાડી વિભાગને જાણ થતાં જ તરત જ પગલાં લેવાયાં હતા.
આ પણ વાંચો:
આ ખેડૂતે ઉગાડ્યા ઓર્ગેનિક ચૌસા આંબા, કરી રહ્યો છે ત્રણ ગણો નફો!
આ મામલે જિલ્લા ખેતીવાડી અધિકારી પી.બી. પરમારે જણાવ્યું હતું કે, ‘‘મેઘરજ તાલુકામાં તીડ જેવી જીવાતની આતંકનો મામલો સામે આવ્યો છે. આની તપાસ કરતા સામે આવ્યું છે કે, પ્રાથમિક દૃષ્ટિએ જોતા આ જીવાત તિતીઘોડા જેવી દેખાઈ રહી છે. જીવાત શું છે અને તેનાથી કેટલો ખતરો છે તે જાણવા માટે દાંતીવાડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકને બોલાવાયા છે. વૈજ્ઞાનિકો આ જીવાતની ઓળખ કરશે.
જણાવી દઈએ કે, જિલ્લા કક્ષાએથી ટીમ તપાસ બાદ નિદાન શોધવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. અલગ અલગ ટીમો બનાવીને ગામડાઓમાં તીડ રક્ષણ કામગીરી કરવામાં આવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર