- સપ્તમીએ ગંગાજી નર્મદામાં સ્નાન કરવા આવ્યા હતા
- માલસરના ગજાનંદ આશ્રામના ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોક્ત પૂજાવિધી કરાઇ
- વિવિધ શ્લોકો દ્વારા અને યજ્ઞ દ્વારા આહુતિ આપીને પૂજા મહાઆરતી કરાઇ
વૈશાખ સુદ સાતમ એટલે ગંગા સપ્તમીએ મૈયા ગંગાજી સ્વયં પોતાના પાપો ધોવા માટે મૈયા નર્મદામાં સ્નાન વિધિ માટે આવે છે.
શિનોરના માલસર મુકામે ગજાનંદ આશ્રામના સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા સંપૂર્ણ હિન્દુ ધાર્મિક વિધિ દ્વારા મૈયા નર્મદા તથા મૈયા ગંગાજીનો દૂધથી અભિષેક કર્યો, 16 સંસ્કારનું પૂજન કરીને, માતાજીને ચુંદડી ઓઢાડી હતી. તમામ ઋષિકુમારોએ વિવિધ શ્લોકો દ્વારા અને યજ્ઞ દ્વારા આહુતિ આપીને પૂજા મહાઆરતી કરાઇ હતી.