- મહેમદાવાદ શહેરના ટેકરી વિસ્તારની શાળા
- જિલ્લા શિક્ષણ અધિકારીને પોસ્ટકાર્ડ લખી રજૂઆત કરાઈ
- દરેક એચ.ટી.એ.ટી શિક્ષકો હાઈકોર્ટની શરણે ગયા હતા
મહેમદાવાદ શહેરના ટેકરી વિસ્તારમાં આવેલ માધવપુરા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક એચ.ટી.એ.ટી શિક્ષક હતા. તે કતરપુરા પ્રાથમિક શાળાના શિક્ષક હતા. ત્યારે સમગ્ર એચ.ટી.એ.ટી શિક્ષકોની સાગ માટે બદલી થઈ હતી જેથી દરેક એચ.ટી.એ.ટી શિક્ષકો હાઈકોર્ટની શરણે ગયા હતા. અને બદલી અટકાવવા માંગણી કરી હતી.
જેથી હાઇકોર્ટનો હુકમ આવતા શિક્ષકોની જીત થઈ હતી. દરેક એચ.ટી.એ.ટી શિક્ષકોને પોતાની જે તે સમયની ફરજ ઉપરની જગ્યાએ પરત મૂકવા સરકારને સૂચન કર્યું હતું જેથી ખેડા જિલ્લાના 43 શિક્ષકોને તાત્કાલિક પોતાની ફરજ ઉપર પાછા મુકતા મહેમદાવાદની માધવપુરા શાળાના બાળકોએ આનો વિરોધ નોંધાવી માધવપુરા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અર્ચનાબેન ગોહિલની બદલી નહીં કરવા માટે તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ શાળાના વિદ્યાર્થીઓએ અને વાલીઓએ કર્યો હતો. જેથી પોલીસે બાળકોને સમજાવી પરત મોકલ્યા હતા. જો કે આ મામલે ગુરૂવારે શાળાના બાળકોએ આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને પોસ્ટકાર્ડ લખી શિક્ષિકાની બદલી અટકાવવા માટે રજૂઆત કરી હતી.