- કોઈ ઘટનાને અંજામ આપવાની પૂર્વ તૈયારી સાથે આવ્યા હોવાની શંકા
- બંને શખ્સો ગોળ ગોળ જવાબ આપતા ગ્રામજનોમાં રોષ
- બંને શખ્સોની પકડી પાડી પોલીસને સોંપી દિધા
મહુવા તાલુકાના ગુંદરણા પાસે બે શખ્સોએ સ્ત્રીના વેશમાં પુરુષો પકડાયા હતા. નીચે પેન્ટ – શર્ટ તથા ઉપર સ્ત્રીના કપડા ધારણ કરતા શંકા જતા લોકોને તેને ઝડપી લઈને થોડો મેથીપાક આપ્યો હતો. દરમિયાનમાં પોલીસને સોંપી દિધા હતા. જોકે, પોલીસે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધી નથી.
ઘટના એવા પ્રકારની બની હતી કે, ગુંદરણા ગામે મોક્ષધામ પાસે ચાર રસ્તા પર ગલ્લા પાસે બે શખ્સો સ્ત્રીના વેશમાં જોવા મળ્યા હતા, જેના પર શંકા જતા તેને ઝડપી લીધા હતા. દરમિયાનમાં ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. બંનેએ માથું અને હાથ ના દેખાય તે માટે મોટી કોટનની ચુંદડી ઓઢી હતી. શનિવાર હોવાથી બાળકોને સવારની સ્કૂલ હોય છે, બાળકોને રજા પડવાના સમયે જ જોવા મળ્યા હતા, વાલીઓમાં ચિંતા જન્મી હતી. ગુંદરણા ગામમાં તથા આજુબાજુના ગામમાં બંને વ્યક્તિઓની તસ્વીરો ફરવા લાગી કે આ ટોળકી બાળકોને પકડવાની સક્રિય ટોળકી છે, તેવી ચર્ચાઓ સોશિયલ મીડિયામાં થવા લાગી છે.
આ ટોળકી બાળકોનું અપહરણ કરે છે તેવી લોકોમાં ચર્ચાઓ જાગી છે, ગુંદરણા ઓ.પી. જમાદાર પાંચુભાઈ તથા પો.કો. ધનસુખભાઈને જાણ કરાતા બંને વ્યક્તિઓની પૂછપરછ કરી હતી અને બગદાણા પોલીસ સ્ટેશને સ્ત્રી વેશ ધારણ કરેલા પુરુષોને લઈ જવાયા છે અને આગળની તપાસ બગદાણા પોલીસે હાથ કરી છે.જોકે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
પૂર્વ આયોજિત કોઈ ઘટનાને અંજામ આપવાનો હોઈ શકે ગ્રામજનો આ બંને વ્યક્તિઓને સ્ત્રીનો ધારણ કરેલા વેશ સાથે એક અજાણ્યો ઈસમ મોટરસાયકલ લઈને ઉતારી ગયા હોવાનું તે બંને ઈસમોએ જણાવ્યું હતું. આથી જોવા મળે છે કે આ ટોળકી પૂર્વ આયોજિત કોઈ ઘટનાને અંજામ આપવાની પેરવીમાં હોય તેવી શંકા ગ્રામજનોએ વ્યક્તિ કરી હતી. એટલું જ નહીં પણ ગામના આગેવાનોએ પૂછપરછ કરતા બંનેએ ગોળ ગોળ પ્રત્યુત્તર આપ્યા હતા.