બેંકમાંથી 64.4 કરોડની લોન લઈ હપ્તા ભરવાનું બંધ કરી દીધું, કુલ 20 લોકો સામે ઠગાઈની ફરિયાદ-Complaint has been registered against a total of 20 people who stopped paying installments after taking a loan of more than 64 crore rupees from the bank – News18 ગુજરાતી

HomeGandhinagarબેંકમાંથી 64.4 કરોડની લોન લઈ હપ્તા ભરવાનું બંધ કરી દીધું, કુલ 20...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Dhandhuka: રોષ: ધંધૂકાની માધવ સોસાયટીના રહીશો માળખાગત સુવિધાથી વંચિત

ધંધુકાના ભાવનગર રોડ પરની માધવ સોસાયટીમાં રોડ રસ્તા, પાણી, ગટર જેવી સુવિધાઓ થી વંચિત રહેતા લોકો પાલિકા તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવી રહ્યા છે....

મહેસાણા અર્બન કો.ઓ.બેકની ગાંધીધામ બ્રાંચમાંથી બિલ્ડરોએ રૂ.64.4 કરોડની લોન લીધી હતી. બેંકમાં ખોટા વેલ્યુએશન રિપોર્ટ અને બાંધકામ પૂર્ણ થઈ ગયા હોવાના રિપોર્ટ રજૂ કરીને લોનના કુલ રૂ.64.4 કરોડ ચાઉં કરી ગયા હોવાનો ખુલાસો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે. આ મામલે બેંકે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા શહેરના વાસણા વિસ્તારમાં આવેલ બાગેશ્રી ઇન્ફ્રાટેક તથા ઓમ ઇન્ફ્રાટેક પેઢીના માલિક તથા ભાગીદાર તેમજ પ્રોપરાઇટર સહિત કુલ 20 લોકો વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે.

મહેસાણા અર્બન કો.ઓ.બેકમાં છેલ્લા ત્રણ વર્ષથી લીગલ ડિપાર્ટમેન્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અનિલ ભાઈ પટેલ (39) સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2016માં ઓમ ઇન્ફ્રા અને બાગેશ્રી ઇન્ફ્રાટેકના પ્રોપરાઇટર તેમજ તેના 20 જેટલા ભાગીદારોએ મકાનની સ્કીમ બાંધવા માટે થઈને મહેસાણા અર્બન કો.ઓ.બેકની ગાંધીધામની બ્રાંચમાંથી રૂ.64.4 કરોડની ડેવલપમેન્ટ લોન લીધી હતી. પરંતુ લીધેલી લોનના નાણાં સમયસર ભરપાઈ નહીં કરી શકવાના લીધે બેંક દ્વારા તમામના ખાતા એન.પી.એ. કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:
અમદાવાદ: શહેરમાં એક જ દિવસમાં 2 હત્યાના પ્રયાસના બનાવ, કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે ઉઠ્યા સવાલ

બેંક દ્વારા ફોરેન્સિક ઓડિટ કરવામાં આવ્યું ત્યારે હકીકત સામે આવી કે બિલ્ડર દ્વારા બાંધકામ પૂરું કરવામાં આવ્યું નથી અને ખોટા વેલ્યુએશન રિપોર્ટ તથા બાંધકામ પૂર્ણ થઈ ગયા હોવાના સર્ટિફિકેટ બેંકમાં રજૂ કરી દીધા હતા. ઉપરાંત બેંકમાંથી લીધેલી કરોડો રૂપિયાની લોન પોતાના અંગત ઉપયોગમાં વાપરી દીધી હોવાનું પણ બેંકને ઓડિટ દરમિયાન ખ્યાલ આવ્યો હતો. આખરે બેન્કના લીગલ મેનેજરે આ મામલે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં બાગેશ્રી ઇન્ફ્રાટેક તથા ઓમ ઇન્ફ્રાટેક પેઢીના માલિક તથા ભાગીદાર સહિત 20 લોકો વિરુદ્ધ રૂ.64.4 કરોડની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી છે.

આ પણ વાંચો:
સુરતમાં ગુનાખોરી ચરમસીમાએ:17 વર્ષના સગીરની છરીના ઘા મારી હત્યા, ગણતરીના સમયમાં પોલીસે આરોપીને દબોચ્યો

કેવી રીતે બિલ્ડરોએ ઠગાઈ આચરી?

વર્ષ 2016માં બાંધકામ માટેનો પ્લાન બેંકમાં રજૂ કરીને લોન મંજૂર કરાવવામાં આવી ત્યારબાદ થોડું બાંધકામ કરીને લોનના રૂપિયા બિલ્ડર તેમજ તેના ભાગીદારોએ પોતાના એકાઉન્ટમાં મેળવી લીધા હતા. લોનના હપ્તા પણ ભરપાઈ કરવાનું બંધ કર્યું અને બાંધકામ પણ અધૂરું છોડી દીધું હતું. હપ્તા ભરપાઈ નહીં થતાં બેંકની નોટીસના જવાબ પણ આપવાનું બંધ કરી દીધું હતું. અંતે બેન્કે ફોરેન્સિક ઓડિટ કરાવતા મામલો સામે આવ્યો કે તમામ લોકોએ ભેગા મળીને રૂ.64.4 કરોડની ઠગાઈ આચરી છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon