બાલાપીર સર્કલે હિટ એન્ડ રનનો વધુ એક કેસઃરાહદારી યુવાનનું મોત | Another hit and run case in Balapir Circle: Death of a young pedestrian

HomeGandhinagarબાલાપીર સર્કલે હિટ એન્ડ રનનો વધુ એક કેસઃરાહદારી યુવાનનું મોત | Another...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

જિલ્લાના માર્ગો ઉપર જીવલેણ અકસ્માતો વધ્યા

ગાંધીનગર : ગાંધીનગરના હાઇવે ઉપર હિટ એન્ડ રનના કિસ્સા ચિંતાજનકરીતે
વધી રહ્યા છે ત્યારે અડાલજ બાલાપીર ચાર રસ્તા નજીક પાંચ દિવસ અગાઉ અજાણ્યો વાહન
ચાલકે રાહદારીને ટક્કર મારી હતી. આ વાહન ચાલક ત્યાંતી નાસી છુટયો હતો જ્યારે માર્ગ
અકસ્માતમાં ઘાયલ રાહદારી યુવનને સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં તેનું મોત નિપજ્યું છે. અડાલજ પોલીસ દ્વારા હવે સીસીટીવી ફુટેજ તપાસવામાં
આવી રહ્યા છે.

ગાંધીનગર શહેર અને આસપાસના હાઇવે માર્ગો ઉપર સીસીટીવી
લગાવ્યા હોવા છતા હિટ એન્ડ રનના કિસ્સામાં જવાબદાર અજાણ્યા વાહનચાલકોને પકડવામાં
પોલીસને સફળતા મળી રહી નથી જે ખુબ જ દુઃખની વાત છે તેવી સ્થિતિ વચ્ચે અડાલજ
બાલાપીર ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનનો વધુ એક બનાવ બન્યો હતો. પોલીસ સુત્રોમાંથી
મળતી માહિતી પ્રમાણે
, રાજસ્થાનના
ડુંગરપુર ખાતે રહેતા અમૃતલાલ ચંપાલાલ માનજી ડામોરનો ૩૨ વર્ષીય નાનો ભાઈ ધનરાજ ટ્રક
ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. ગત ગુરુવારે અમૃતલાલ ઘરે હાજર હતા એ વખતે ગામના
સરપંચે ફોન કરીને જણાવ્યું હતું કે
,
અડાલજ પોલીસે એક મૃત યુવકનો ફોટો મોકલી આપ્યો છે. જેનું નવમી ડિસેમ્બરે અડાલજ
બાલાપીર સર્કલ નજીક અજાણ્યા વાહનની ટક્કરથી મોત થયું હતું.બાદમાં અમૃતલાલે ફોટો
જોતા જ ધનરાજનો મૃતદેહ હોવાનું સામે આવ્યું હતુંં. પોલીસ પાસેથી મળતી માહિતી
પ્રમાણએ
, અડાલજ
બાલાપીર સર્કલ પાસેથી પસાર થતી વખતે કોઇ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને નાસી ગયો
હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત ધનરાજનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ
અંગે અડાલજ પોલીસ દ્વારા હવે આ વિસ્તારના સીસીટીવી ફુટેજ તપાસવાનો ધમધમાટ શરૃ
કરવામાં આવ્યો છે. 



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon