- થરાદની ગાયત્રી શાળામાં આજે સાંસદની રજત તુલા કરાશે
- થરાદ તાલુકાની પ્રજા અને આજણા પટેલ સમાજ દ્વારા કરવામાં આવી રહી છે
- થરાદ તાલુકાના 1500થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું
બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય પરબતભાઈ પટેલના 75માં જન્મદિવસની ઉજવણી થરાદ તાલુકાની પ્રજા અને આજણા પટેલ સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં આજે તા.4થી સપ્ટેમ્બરે ગાયત્રી વિદ્યાલય ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સંત દયારામજી મહારાજના અધ્યક્ષસ્થાને રજત તુલા કરાશે. જ્યારે તેના એક દિવસ પૂર્વે રવિવારે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં થરાદ તાલુકાના 1500થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે રક્તદાન કરનારાઓને રક્તદાન સમિતિ દ્વારા સર્ટીફીકેટ અને બેગ, પુસ્તકની ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે હમીરભાઇ પટેલ, જીવરાજ બા, રૂપશીભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, ભેમજીભાઈ પટેલ, હેમજીભાઈ પટેલ, જેતશીભાઈ પટેલ, પ્રકાશભાઈ તલાટી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના સંસદસભ્યના 75માં જન્મ દિવસ નિમિત્તે રજત તુલા અને રક્તદાન મહા પર્વ પર વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલે પણ રકતદાન કરીને યુવાઓને વધુમાં વધુ રક્તદાન કરવા અપીલ કરી હતી.