પૂજ્ય વિજયરત્નસુંદરસૂરિશ્વરજી મ.સા.ના સામૈયા સાથે પ્રવચન યોજાયું

HomeSinorપૂજ્ય વિજયરત્નસુંદરસૂરિશ્વરજી મ.સા.ના સામૈયા સાથે પ્રવચન યોજાયું

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • શિનોરના સુમતીનાથ, વાસુપૂજ્ય સ્વામીજિનાલયની સાલગીરી
  • શિનોર જૈન દશા ઓશવાલ સંઘ આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૈનો જોડાયા
  • આશીર્વાદના ગગન નાદ સૂત્રો દ્વારા લઇ આવ્યા હતા

શિનોર ગામના જૈન દશા ઓસવાલ સંઘ દ્વારા ગામમાં આવેલ સુમતીનાથ જિનાલય અને શ્રી વાસુ પૂજ્ય સ્વામી જિનાલય અને ગુરુ મંદિરની ઉજવણી તાં. 23, 24, અને 25નો ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો છે. આજે બીજા લબ્ધપ્રસાદ રાજપ્રતિબોધક રાષ્ટ્રહિત ચિંતક પ્રભાવક પ્રવચનકાર પદ્મભૂષણ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ સાહેબ આજે ખાસ ઉપસ્થિત રહેતા સવારે 7 વાગે પદમાવતી માતાના મંદિરથી જિનાલય સુધી ભવ્ય સામૈયું કરી મોટી સંખ્યામાં જૈનો દ્વારા તેમણે જિનાલય સુધી ગુરુજી અમારો અંતરનાદ એમણે આપો આશીર્વાદના ગગન નાદ સૂત્રો દ્વારા લઇ આવ્યા હતા.

 પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રત્નસુંદર સૂરીશ્વરજીના શિનોરમાં આવતા નગરજનોએ તેમના દર્શન લાભ લીધો હતો. ત્યાર બાદ મંદિર પાસે ઉપસ્થિત વિશાળ મેદનીને તેમના આશીર્વચન પાઠવ્યા હતા. પ. પૂ આચાર્ય દ્વારા પ્રેમના પાંચ પ્રકારો પર ભાર મૂકી જણાવ્યું હતું કે આપણે જેટલો પ્રેમ બીજાને આપીશું તો આપણને પ્રેમ મળશે.પ્રેમ આપવાની શરૂઆત પ્રથમ આપનાથી જ શરૂઆત કરો આપણે સામેવાળો પ્રેમ આપે છે કે નઈ તે જોવા ની જરૂરત નથી. તમે એકવાર પ્રેમ આપશો તો તેનો ચમત્કાર કઈ અલગ જ લાગશે, વિકાસની તક ઝડપો પણ શોધો નહી. પાણીનો ધોધ પથ્થરને તોડી શકતો નથી. પણ પાણીની ધારથી પથ્થર તૂટી જાય છે .



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon