- માછલીઓને તળાવની બાજુમાં જ ખાડો ખોદી નિકાલ કરાયો
- માછલીઓના મોત થતા ચકચાર મચી જવા પામી હતી
- થોળના ગામના તલવામાં માછલીઓના મોતની ઘટના સામે આવી હતી
કડી તાલુકાના પીરોજપુર ગામના તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થતા ચકચાર મચી જવા પામી હતી. હજુ થોડાક સમય અગાઉ જ કડીના બોરીસણા અને થોળના ગામના તલવામાં માછલીઓના મોતની ઘટના સામે આવી હતી. ઘટનાને લઇ ગ્રામજનો એકઠા થઈ સરપંચ અને તલાટીને જાણ કરવામાં આવી હતી. કડી પંથકમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી અનેક જગ્યાએ સામાન્યથી અતિભારે વરસાદ ખાબક્યો છે. વરસાદ ખાબકવાથી અનેક જગ્યાએ અનેક નાની મોટી ઘટનાઓ સામે આવી હતી. કડી તાલુકાના પિરોજપુર ગામે અસંખ્ય માછલીઓના મોત થતા અનેક તર્ક વિતર્ક સામે આવ્યા હતા અને રહસ્યમય અસંખ્ય માછલીઓના મોત થતા ગ્રામજનો ગામના તળાવના કિનારે પહોંચ્યા હતા. પીરોજપુર ગામ ખાતે આવેલા તળાવમાં અસંખ્ય માછલીઓ તરતી જોઈ ગ્રામજનોએ ગામના સરપંચ મહેન્દ્રભાઈ, તલાટી અને આરોગ્ય વિભાગને જાણ કરી હતી. માછલીઓના મોતના પગલે તલાટી અને સરપંચ ઘટનાસ્થળે દોડી આવી મૃત માછલીઓને બહાર કાઢી યોગ્ય જગ્યાએ ખાડો ખોદી માછલીઓને દાટી નિકાલ કરવામાં આવ્યો હતો.