- મોટા સિમળા પાસે પોઇન્ટ ઉપર વાલ્વ ફિટિંગમાં વેઠ ઉતાર કામગીરી
- ખાનગી એજન્સીના કામદારો યોગ્ય કામગીરી નહીં કરતા રોષ ફેલાયો
- હજુપણ આ કામગીરી દેવગઢબારીયા તાલુકા માં પૂર્ણ થઈ નથી
દેવગઢબારીયા તાલુકા ની જનતા માટે સરકાર તરફ્થી કરોડો રૂપિયા ની ઉદ્દવહન સિંચાઈ યોજના નુ છેલ્લા ત્રણ વર્ષ થી ગોકળ ગતિ માં કામ ચાલી રહ્યું છે.અને હજુપણ આ કામગીરી દેવગઢબારીયા તાલુકા માં પૂર્ણ થઈ નથી.નલ સે જલ યોજના ની કામગીરી માં પણ બહુ મોટો ભ્રસ્ટાચાર આદરી તે કામગીરી પણ દેવગઢબારીયા તાલુકા ના કોઇ ગામમાં હજુપણ પુરી થઈ નથી. પીપલોદ ગામ ખાતે માતાના વડ નજીક મોટા સિમળા પાસે સિંચાઈ માટેની પાણી ની પાઈપલાઈન પસાર થાય છે જેની ઉપર મુકવામાં પોઇન્ટ ઉપર જે વાલ્વ ફિટિંગ કરેલ છે તેમાં વેઠ ઉતાર કામગીરી હોવાના કારણે પાણી ની પાઈપલાઈનમાંથી જાણે કે ડીઝલ એન્જીન ગોઠવી દીધું હોય તેટલું પાણી નીકળતું હોય છે.
ઉદ્દવહન સિંચાઈ યોજના ખેડૂતો માટે ઘણી આશાસ્પદ યોજના હતી. પરંતુ હવે આ યોજના ખેડૂતો માટે ઠગારી દેખાઈ રહી છે. કારણકે ત્રણ ચાર વર્ષ કામગીરી પુરી કરવામાં થઈ ગયા છતાંય હજુ કોઇપણ ગામડાના તળાવોમાં પાણી આવ્યું જ નથી. દરેક તળાવો સુધી પાઈપલાઈન નાખવાની કામગીરીમાં પાઇપો જમીનની ઉપર દેખાઈ રહી છે. ક્યાંય પણ નક્કર કામગીરી જોવા મળતી નથી. જેટલી જગ્યાએ ખેડૂતો ની જમીનમાં પાઈપલાઈન નાખવામાં આવી છે તેમાં ક્યાંક પાઇપો જેમ તેમ આડેધડ ખોદકામ કરી પાઇપો ખેતરોમાં દબાવી નહીં દબાવી અને પાઈપ જોઈન્ટ પણ નહીં કરી અધૂરી કામગીરી છોડીને ખાનગી એજન્સી વાળા ક્યાં ગયા તે કોઈને ખબર નથી.મપીપલોદ ગામ ખાતે માતાનાવડ સિમળા પાસે ની પાઈપલાઈનમાંથી હજારો લીટર પાણી આખા દિવસ માં વહી જતું હોય છે.