જામનગર: જામનગર એટલે ક્રિકેટ નગરી. આ ક્રિકેટનગરીના ઐતિહાસિક ગ્રાઉન્ડ ખાતે ઘણા યુવાનો પ્રેક્ટિસ કરી ક્રિકેટર તરીકેનું સપનું સાકાર કરવા પરસેવો પાડી રહ્યા છે. હાલ ક્રિકેટના આ ઐતિહાસિક મેદાનમાં જામનગરના 12 વર્ષના ખેલાડીની મહેનત ઉડીને આંખે વળગે તેવી છે. તાજેતરમાં જ સંપન્ન થયેલ વાર્ષિક જાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ ખેલાડી ‘મેન ઓફ ધ સિરીઝ’ થયો છે. જેમની પાછળ ન માત્ર ખેલાડીનો જ સંઘર્ષ પરંતુ તેમના પિતાનું પણ અદ્ભુત યોગદાન જોવા મળી રહ્યું છે.
આપણે વાત કરીએ છીએ 12 વર્ષના ખેલાડી હસિત ગણાત્રાની. જે તાજેતરમાં જ યોજાયેલ વાર્ષિક જાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ‘મેન ઓફ ધ સિરીઝ’ થયો છે. હસિતે જણાવ્યું કે તે છેલ્લા 6 વર્ષથી ક્રિકેટ બંગલો ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે. આગામી સમયમાં તેને દેશ માટે ક્રિકેટ રમવાનું સપનું છે.
હસિત ગણાત્રાના પિતા હાર્દિક ગણાત્રા એક સારા ક્રિકેટર છે અને તેઓ પણ અગાઉ ક્રિકેટ બંગલો ખાતે ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે આવતા હતા. તેઓએ જણાવ્યું કે હાલ તેઓ ઇવેન્ટ ઓર્ગેનાઈઝેશનના કામ સાથે સંકળાયેલા છે. તેઓએ જામનગરનું જેને ગૌરવ કહી શકાય તેવા રવિન્દ્ર જાડેજા સાથે ક્રિકેટ રમ્યા હતા. પરંતુ આર્થિક સમસ્યા અને સામાજિક જવાબદારીને પગલે ક્રિકેટમાં આગળ વધી શક્યા નથી. આથી તેમને એ વાતનો રંજ છે. હવે તે પોતાના પુત્રને ક્રિકેટમાં આગળ વધારવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. પોતાના દીકરાને ક્રિકેટર તરીકે જોવા માટે ખૂટતું બધુ જ કરી છૂટવા તૈયાર છું.
આ પણ વાંચો:
સૌરાષ્ટ્રના આ શહેરમાં ઘર લેવું છે? આનાથી સસ્તું ક્યાંય નહીં મળે!, જાણી લો આ નિયમ
હસિતના પિતા ખુદ તેમને ક્રિકેટ બંગલો ખાતે લેવા અને મૂકવા માટે જાય છે. આ ઉપરાંત પોતે જ્યારે ઘરે હોય ત્યારે તેના પુત્રને ક્રિકેટમાં ઉદ્ભવતા તમામ પ્રશ્નોના જવાબ પ્રેક્ટિસ સાથે સમજાવે છે. આ ઉપરાંત હસિત દિવસ દરમિયાન આઠ કલાક ક્રિકેટમાં મહેનત કરે છે, તેના પિતા પણ તેમની આ મહેનત પાછળ પૂરતું યોગદાન આપે છે અને તેની ઘટતી તમામ વસ્તુઓ આપે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર