પાવાગઢ માંચી ખાતે દબાણો દૂર કરવા સામે વિરોધ પ્રદર્શન

HomeHalolપાવાગઢ માંચી ખાતે દબાણો દૂર કરવા સામે વિરોધ પ્રદર્શન

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

ગોંડલના ગૌ પાલકે રૂ.42 લાખમાં ખરીદ્યો નંદી

https://www.youtube.com/watch?v=wDucoRpoEmEગીર ગૌ જતન સંસ્થાનાં સંસ્થાપક દ્વારા નંદી ખરીદવામાં આવ્યો રજવાડી નશલનાં નદીમાં અનેક પ્રકારની છે ગુણવતા આગામી સમયમાં 1100 ગાયોનું હર્ટ બનાવાશે આજના ખેડૂતો જ્યારે પ્રાકૃતિક...

  • માંચી ચાચર ચોકમાં 28 દબાણો પર બૂલડોઝર ફરી વળ્યું
  • ભોગ બનનારાઓ દ્વારા હાથમાં પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરાયા
  • પાવાગઢ ખાતે દબાણ ઝુંબેશનો ભોગ બનનારો દ્વાર પ્રદર્શન

સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢનાં માંચી ખાતેના ચાચર ચોકમાં વહીવટી તંત્ર દ્વારા કાચા પાકા ગેરકાયેસર દબાણો દૂર કરાતા ભોગ બનનાર વ્યક્તિઓ દ્વારા આજે પાવાગઢ ખાતે હાથમાં પ્લે કાર્ડ સાથે સૂત્રોચાર કરી વહીવટી તંત્ર સામે રોષ પ્રગટ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યાત્રાઘામ પાવગઢને કરોડો રૂપિયા ખર્ચે તૈયાર થનાર રાજ્ય સરકારના ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ નો માર્ગ સરળ કરવા માટે દાયકાઓથી યાત્રાધામ પાવાગઢમાં રોજગાર ધંધાઓ કરનારા સ્થાનિક અને આસપાસના રહીશો જેઓ ના ગેરકાયદેસર દબાણો અવરોધ રૂપ તંત્રને જણાઈ આવતા પાવાગઢ (માચી) ડુંગર ઉપર આવેલા 28 જેટલા વ્યાપાર ધંધાઓ ઉપર વહીવટી તંત્ર એ બુલડોઝર ફરવીને જમીન દોસ્ત કરી દીધા હતા. અત્યારે પાવાગઢ (માંચી) ખાતે ભૂકંપ બાદ કાટમાળના ઢગલા થી ભૂકંપ જેવી તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાવાગઢ ચાચર ચોકને ફરતે દબાણો પર ગત શુક્રવાર તા.15 સપ્ટેમ્બર ના રોજ થી જિલ્લા તેમજ તાલુકા વહીવટી તંત્ર તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

જેને લઇ જેને લઇ નાખુશ થયેલા વર્ષો જૂના પેઢીઓથી ચાલતા ગેસ્ટ હાઉસ તેમજ હોટલોનાં સંચાલકો તેમજ નાની મોટી દૂકાનો ચલાવતા પાવાગઢનાં લોકોએ આજે પાવાગઢ માંચી ખાતે એક વૃક્ષ નીચે ઊભા રહી હાથમાં પ્લે કાર્ડ લઇ વહીવટી તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. અને લોકશાહી દેશમાં સરમુખત્યાર સાહી હોવાનું એહસાસ થયો હોય તેમ જણાવી ભોગ બનનાર લોકોએ વહિવટી તંત્ર સામે ફ્ટિકાર વરસાવ્યો હતો.

ચાર મંદિર પણ તોડી પાડયાં

પાવાગઢ માંચી ખાતે પૌરાણિક શ્રી હનુમાન દાદા નું મંદિર, શ્રી અંબા માતાજી, શ્રી રણછોડ જી મંદિર, તથા બટુક ભૈરવનાં મંદિરો પણ દબાણ હટાવો ઝુંબેશ માં ધરાશય કરાતા સ્થાનિક લોકોએ તંત્રની કાર્યવાહી પ્રત્યે નારાજગી પણ વ્યક્ત કરી હતી. હવે આગામી દિવસોમાં પાવાગઢ માંચીથી ડુંગર પરના 300 જટેલા કાચા દબાણોનો સફાયો કરવામાં આવશે. જેથી રોજગાર મેળવતા પરિવારોની દયનીય હાલત બનશે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon