- પાલીતાણામાં પ્રોપર્ટી મુદ્દે હુમલો 15 શખ્સોએ હુમલો કર્યો
- હુમલામાં 7 જેટલા લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી
- ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
પાલીતાણાના તળેટી વિસ્તારમાં આવેલ ચેન્નાઈ ભુવન પાસે ટોળાએ હુમલો કર્યો હતો. સોની મહાજનના પરીવાર પર 15 જેટલા બુકાનીધારી શખ્સોએ હુમલો કરતાં 7 જેટલા લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. તેમજ તમામને પાલીતાણાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વધુ ઈજાઓના કારણે તમામને ભાવનગર સીટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ભાવનગરના પાલિતાણાથી જમીન મામલે મારામારીની ઘટના સામે આવી છે. પાલિતાણાના ડાયમંડ નગર પાસે આવેલી બદાવડા વાડી ખાતે રહેતો પરિવાર પોતાની વાડીમાં બેઠો હતો, ત્યારે 7 શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી જમીનમાં પ્રવેશ કરી પરિવાર પર હુમલો કરી આડેધડ છરી અને લાકડીના ઘા ફટકાર્યા હતા. આ મામલે 7 શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ હુમલાની સમગ્ર ઘટના CCTV પણ સામે આવ્યા છે.
ઘાતક હથિયારો વડે હુમલો કર્યો
આ બનાવ અંગે પાલિતાણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ડાયમંડનગર પાસે બદાવડામાં રહેતા જિજ્ઞેશ જયસુખ સતિકુંવર-સોની પાલિતાણા તાલુકામાં સર્વે નં-334/1 થી 2/1/1 તથા 331/1ની ખેતીની જમીન ધરાવે છે. તળેટી વિસ્તારમાં આશરે નવ વીઘા ખેતીની જમીન આવેલી છે. ફરિયાદમાં જિજ્ઞેશભાઇએ લખાવ્યું છે કે, ‘આ જમીન પર અમારો પરિવાર વાળુપાણી કરીને બેઠો હતો, ત્યારે તા.2/2/2023ના રોજ આશરે અગિયારેક વાગ્યાની આસપાસ અમારી જમીનમાં 7 શખ્સોએ પ્રવેશ કરી છૂટા પાણાના ઘા કરી ગાળો દેવા લાગેલા અને પરિવાર પર આડેધડ છરી અને લાકડીથી માર માર્યો હતો’
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
આ જમીન પર માલિકીનો હક્ક જમાવવા ગત ગુરુવારે મોડી રાત્રે 7 શખ્સો હથિયારો સાથે જિજ્ઞેશના ઘરે પહોંચ્યા હતાં અને જમીન મુદ્દે માથાકૂટ કરી હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં જિજ્ઞેશ જયસુખ સોનીના પરિવારને નાનીમોટી ઈજા પહોંચાડી તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આથી ઈજાગ્રસ્તોને તત્કાળ માનસિંહજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
7 શખ્સો સામે ફરિયાદ નોંધાવી
આ અંગે જિજ્ઞેશએ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં 7 શખસો વિરુદ્ધ આઈપીસીની કલમ 143, 147, 148, 323, 324, 325, 337, 447, 352, 504, 506(2) તથા જીપી એક્ટ 135 મુજબ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.