- યુવકના ખિસ્સામાંથી મળેલા આધારકાર્ડથી ઓળખ થઈ
- પોલીસે પ્રાથમિક તપાસ કરતાં મરણ જનાર યુવકના ખિસ્સામાંથી આધારકાર્ડ મળી આવ્યું
- અમદાવાદના અસારવા વિસ્તારની બચુકલની ચાલીમાં રહેતો આશિષભાઇ ભરતભાઈ પટણી હતો
ધોળકા તાલુકાના ભવાનપુરા ગામે આવેલ રામદેવપીરના મંદિર પાસે આવેલી ઓરડીમાં કોઈ અજાણ્યા યુવકે શુક્રવારે રાત્રે કોઈ અગમ્ય કારણોસર ગળે ફંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાની જાણ શનિવારે સવારે કોઠ પોલીસને થતા કોઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પ્રાથમિક તપાસ કરતાં મરણ જનાર યુવકના ખિસ્સામાંથી આધારકાર્ડ મળી આવ્યું હતું. તેના પરથી જાણવા મળ્યું હતું કે મરણજનાર આ યુવક અમદાવાદના અસારવા વિસ્તારની બચુકલની ચાલીમાં રહેતો આશિષભાઇ ભરતભાઈ પટણી હતો.
કોઠ પોલીસે મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટ મોર્ટમ માટે ધોળકા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મરણ જનાર યુવક અગરબત્તીનો વ્યવસાય કરતો હતો અને અમદાવાદથી અગરબત્તી વેચવા માટે ધોળકા પંથકમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી.