- પાલિકાની નોટિસના અનાદર બાદ સીઓએ શનિવારનો સમય આપ્યો
- ભોયતળિયાના દુકાનદારોએ શેડ, ઓટલા ચણી દેતાં પહેલા માળની દુકાનો ઢંકાઈ
- નગરપાલિકાના નોટિસનું પણ અનાદર કરવામાં આવી રહ્યું છે
ધાનેરા શહેરના મધ્યમાં આવેલા ર્ડા.શ્યામાપ્રસાદ મુખર્જી શોપિંગ સેન્ટરમાં ભોયતળિયાન દૂકાનદારો દ્વારા પત્તરાના શેડ, છાપરા બાંધી દેતા જે દૂર કરવા નગરપાલિકાના નોટિસનું પણ અનાદર કરવામાં આવી રહ્યું છે. આ અંગે ગુરુવારે ફરી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ધાનેરા નગરપાલિકાએ જાહેર હરાજી સાથે પહેલાં અને બીજા માળે આવેલી દુકાનોનું વેચાણ કર્યું છે. નિયમો અનુસાર સફઈ દબાણ સહિતના પ્રશ્નો અને સમસ્યા મામલે નગરપાલિકા જવાબદાર હોય છે. બીજા માળે પોતાની દુકાન ધરાવતા દુકાન માલિકો અને વેપારીઓએ ધાનેરા નગર પાલિકા કચેરીએ અગાઉ નગરપાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ ભોંય તળિયે પતરાના શેડ ઉપરાંત પાર્કિંગ વાળી જગ્યાએ દબાણ કરી દેતા રજૂઆત કરાઈ હતી. જેના પગલે જે તે સમયે મુખ્ય અધિકારીએ નોટિસ પણ આપી હતી. જો કે, તેના પછી દબાણવાળો મુદ્દો દબાઈ જતાં ફ્રી આક્રમક બની બેઠેલા વેપારીઓએ મુખ્ય અધિકારી પાસે પહોંચી દબાણ કેમ નથી દૂર કરતા તેને લઈ પ્રશ્ન કર્યો હતો. નીચે આવેલી દુકાનો આગળ પતરાના શેડ બનાવી નાખ્યા છે. સાથે કેટલાક દુકાન માલિકોએ પાર્કિંગ અને ઓટલાના ભાગે દુકાનો ચણી નાખતા બીજા માળે દુકાનો દેખાતી નથી. જેને લઈ વેપારીઓ વારંવાર રજૂઆત કરે છે. જેના પગલે ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારી રૂડાભાઈ રબારીએ આગામી શનિવારનો સમય આપ્યો છે. જો શનિવાર સુધી ભોંયતળિયે દુકાન ધરાવતા દુકાન માલિકો દુકાન આગળનું દબાણ દૂર નહિ કરે તો દુકાનદારોના ખર્ચે દબાણ દૂર થશે. વધુ એક આશ્વાસન મળતા વેપારીઓ શાંત પડયા હતા.