- જે માટે પાલિકા દ્વારા પાણી સમિતિ ની નિમણુંક કરાઈ હતી
- કરોડો રૂપિયા નો ફ્લ્ટિર પ્લાન્ટ શોભા ના ગાંઠિયા સમાન બન્યો
- ગંધ મારતું દુષિત પાણી નળ માં આવી રહ્યું છે જે પાણી પીવા માટે યોગ્ય નથી
દેવગઢ બારીયા શહેર માં નગરપાલિકા વિસ્તારમાં શુદ્ધ અને ચોખ્ખું પીવાનું પાણી પૂરું પાડવા માટે સરકાર તરફ્થી લાખ્ખો રૂપિયા ના ખર્ચ કરી પાઈપલાઈન અને વોટરફ્લ્ટિર પ્લાન્ટ નાખવામાં આવેલ છે. જે માટે પાલિકા દ્વારા પાણી સમિતિ ની નિમણુંક કરાઈ હતી હાલમાં પાલિકા પ્રમુખ અને તમામ સદસ્ય નો વહીવટી સમય પૂર્ણ થવાથી પાલિકા નું સુકાન દેવગઢબારીયા ના મામલતદાર વહીવટદાર તરીકે સંભાળી રહ્યા છે. વહીવટદાર ની નિમણુંક થયા પછી પાલિકા માં સંભવિત લોકપ્રશ્નો માટે હજુ સુધી કોઈએ કોઈ રજુઆત કરી હોય તેવી જાણકારી મળી નથી.
દેવગઢબારીયા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 6 માં અપાતા પાણી માં કીચડ અને ગંધાતુ પાણી આવે છે જેની વારંવાર રજુઆતો પાલિકા ના સભ્યો ને કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક પગલા લેવા માં આવતા નથી.કરોડો રૂપિયા નો ફ્લ્ટિર પ્લાન્ટ શોભા ના ગાંઠિયા સમાન બન્યો છે.મળતી એક જાણકારી મુજબ આ ફ્લ્ટિર પ્લાન્ટ નું જયારે ઉદઘાટન કરવામાં આવ્યું તે સમય થી ફ્લ્ટિર પ્લાન્ટ હજુપણ બંધ હોવાનું કહેવાય છે. પાલિકા વિસ્તાર ના વોર્ડ નમ્બર – 6 માં છેલ્લા ત્રણ દિવસ થી ગંધ મારતું દુષિત પાણી નળ માં આવી રહ્યું છે જે પાણી પીવા માટે યોગ્ય નથી. ગટર ના જેવું દુષિત પાણી આવતું હોય નગરજનોએ હાલમાં વેચાતું પીવાનું પાણી લેવાનો વારો આવ્યો છે.