દુષ્કર્મ આચરનાર શખ્સના પરિવારે સગીરાના ઘરે તોડફોડ કરી | The family of the rapist vandalized the minor’s house

HomeBHAVNAGARદુષ્કર્મ આચરનાર શખ્સના પરિવારે સગીરાના ઘરે તોડફોડ કરી | The family of...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

સગીરાને ધમકી આપી શખ્સ દુષ્કર્મ આચર્યું હતું

બોલેરો કારના કાચ ફોડી ઘરનાં બારણાં બાથરૂમના બારણાં અને પતરા પર લોખંડનાં પાઇપ ફટકાર્યા

ભાવનગર: ભાલ પંથકમાં સગીરા ઉપર દુષ્કર્મની ઘટના બાદ દુષ્કર્મ કરનાર શખ્સના પરિવારજનોએ સગીરાના ઘરે હથિયારો સાથે આવી બોલેરો વાહન અને ઘરમાં તોડફોડ કર્યાની સગીરાના પિતાએ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાલ પથકમાં સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી ગામમાં રહેતા ભાવેશ ઉર્ફે ભાવુના મનસુખભાઇ મકવાણા નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે સગીરાએ તેના ઘરે જાણ કરતા સગીરાના પિતા ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં દુષ્કર્મ કરનાર શખ્સને મળવા ગયા હતા તે દરમિયાન માથાકૂટ થઈ હતી. આ બનાવની દાઝ રાખી આજ દિવસે સાંજના સગીરાના પિતા તેના ઘરે હાજર હતા તે દરમિયાન દુષ્કર્મ કરનાર ભાવેશ ઉર્ફે ભાવુના પિતા મનસુખભાઈ, માતા, મોટો ભાઈ રોહન મનસુખભાઈ મકવાણા અને કિશન ધનાભાઈ મકવાણા લોખંડનો પાઇપ અને ધોકા લઈને આવ્યા હતા અને ગાળો બોલી ઘર પાસે પાર્ક કરેલ બોલેરો કારના કાચ તેમજ બંને દરવાજા ઉપર ધોકા માર્યા હતા તેમજ ઘરના સિમેન્ટના પતરા તેમજ બાથરૂમના બારણા ઉપર હથિયારોના ઘા ઝીંકી તોડફોડ કરી રૂ.૨૦૦૦ નું નુકસાન કર્યું હતું. આ બનાવ અંગે વેળાવદર ભાલ પોલીસે મનસુખ મકવાણા તેમના પત્ની, દીકરો રોહન અને કિશન ધનાભાઈ મકવાણા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભાલ પંથકમાં સગીરાને ધમકી આપી શખ્સે દુષ્કર્મ કરતાં ચકચાર

વેળાવદર ભાલ પંથકમાં રહેતી સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી આજ ગામમાં રહેતા શખ્સે દુષ્કર્મ કરતા સગીરાએ તેમના પરિવારજનોને જાણ કરી હતી.દુષ્કર્મની આ ઘટના અંગે સગીરાની માતાએ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ભાવેશ ઉર્ફે ભાવુ મનસુખભાઈ મકવાણા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા વેળાવદર ભાલ પોલીસે દુષ્કર્મ કરનાર શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon