દાહોદ: દાહોદમાં વરસાદી માહોલમાં દુર્ઘટના સર્જાઇ છે. દાહોદમાં વરસાદી માહોલમાં દીવાલ તૂટી પડતાં 1 બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે 3 ઘાયલ લોકોને ઇજા પહોંચી છે. રાછરડા ગામમાં દીવાલ પડતા એક બાળકનું મોત થયું છે. જ્યારે બે બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. માતા સાથે સુતેલા 3 બાળકો પર દીવાલ તૂટી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
મોડીરાત્રે ભારે વરસાદ અને પવન ફૂંકાઇ રહ્યો હતો, તેના કારણે રાછરડા ગામે એક મકાનની દિવાલ પડી ગઇ હતી. આ ઘટનામાં 6 વર્ષના બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે 3 વર્ષીય બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. ઉપરાંત એક બાળક અને માતાને ઇજા પહોંચી હતી. આ ઘટનામાં ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો:
ભુક્કા બોલાવતો રાઉન્ડ, 24 કલાકમાં 92.82 ટકા વિસ્તારમાં વરસાદ, અહીં તૂટી પડ્યો!
નોંધનીય છે કે, રાજ્યમાં ચોમાસાની વિદાય પહેલા વરસાદી માહોલ જામ્યો છે. આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે. આવા વરસાદી માહોલ વચ્ચે નુકસાની અને દુર્ઘટનાના સમાચારો પણ સામે આવી રહ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 24 કલાકમાં 92.82 ટકા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદે ભુક્કા બોલાવ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર