- બસમાં મુસાફરી કરી રહેલા 17થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત
- ખાનગી બસ અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો
- ઇજાગ્રસ્ત મુસાફરોને 108 મારફતે ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા
દાહોદના ઝાલોદ તાલુકામાં એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 17થી વધારે મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.આ ઉપંરાત ખાનગી તેમજ એસટી બસના ચાલક ઇજાગ્રસ્ત થયા હતા.
ખાનગી બસ અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો
સ્થાનિક પોલીસ તેમજ આસપાસના ભેગા થયેલા લોકોએ રાહત અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું જ્યારે ઇજાગ્રસ્ત મુસાફરોને 108 મારફતે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને આગળની કર્યવાહી હાથ ધરી હતી.