દહેગામમાં જમાઈનો સાસરિયાં પર હુમલો : સાળા સહિત બેની હત્યા | Son in law attacks in laws in Dahegam: Two including brother in law killed

HomeGandhinagarદહેગામમાં જમાઈનો સાસરિયાં પર હુમલો : સાળા સહિત બેની હત્યા | Son...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

આયુષ્યમાન કાર્ડ પીએમ જેએવાયની નવી માર્ગદર્શિકા

ગાંધીનગર: ખ્યાતિકાંડ સામે આવ્યા બાદ ગુજરાત સરકારે અનેક કડક પગલાં લીધા છે. PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ રાજ્ય સરકારે નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ...

શહેરમાં છેલ્લા ઘણા સમયથી દંપતી વચ્ચે ચાલતી તકરારે ઉગ્ર
સ્વરૃપ ધારણ કરતા નાસભાગ ઃ મકાનમાં તોડફોડ ઃ ૧૩ ઘાયલ

અગાઉના ગુના માટે પોલીસ મથકે હાજર થવા આવ્યા હતા ત્યારે
આરોપીઓએ હુમલો કર્યો ઃ ઘાયલોને અમદાવાદ ગાંધીનગર સિવિલ ખસેડાયા

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં મદારી નગરમાં રહેતા દંપતિ
વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલી રહી હતી અને જે તકરારે ગઈકાલે ઉગ્ર રૃપ ધારણ
કર્યું હતું અને ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં જમાઈ અને તેના સાગરિતોએ સાસરી પક્ષ
ઉપર ખૂની હુમલો કર્યો હતો. જેમાં સાળા સહિત બેની હત્યા થઈ છે જ્યારે તેર વ્યક્તિઓ
ઘાયલ થયા છે. આ ઘટના સંદર્ભે હાલ પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને
તપાસ હાથ ધરી હતી.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દહેગામના
મદારી નગરમાં રહેતા જાનનાથ જીજુનાથ મદારીએ ફરિયાદ નોંધાવી હતી કે
, તેમની દીકરીનાં
લગ્ન વનરાજ ઉર્ફે વનિયો કંચનનાથ મદારી સાથે થયા હતા. આ લગ્નથી તેમને બે જોડિયા
બાળક છે.

વનરાજને અન્ય એક મહિલા સાથે અવૈદ્ય સંબંધો હોવાથી છેલ્લા
ચાર-પાંચ વર્ષથી ઝઘડો ચાલી રહ્યો છે. જે બાબતે જે તે વખતે પોલીસ કેસ કરવામાં આવ્યો
હતો. એકાદ મહિના અગાઉ ફરીવાર ઝઘડો થતાં વનરાજે પણ ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાબતે
સામાજિક રીતે વનરાજ સાથે સમાધાનના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા
, પરંતુ તે પ્રેમિકાને
છોડવા માગતો ન હતો અને દીકરીને ત્રાસ આપતો હતો. જેના લીધે ગભરાઈને દહેગામ છોડી
કપડવંજ જતાં રહ્યા હતા. નોંધાયેલા ગુના સંદર્ભે ગઈકાલે પોલીસ સ્ટેશને હાજર થવા
માટે બધા ગયા હતા. એ વખતે સમાજનું પંચ પણ એકઠું થયું હતું પરંતુ ઝઘડાનું કોઈ
નિરાકરણ આવ્યું ન હતું.

બાદમાં બધા અલગ અલગ વાહનોમાં પરત ઘરે ફરી રહ્યા હતા. જ્યાં
ઊંટડિયા મહાદેવ રોડ ઉપર વનરાજ અને તેના સાગરીતોએ તેમના વાહનોને આંતરી એક વાહન ઉપર
હુમલો કર્યો હતો. જેનાં કારણે વાહન રોડની રેલિંગનાં પતરામાં ઘૂસી જતાં અકસ્માત
સર્જાયો હતો. અકસ્માત સર્જાયો ત્યારે જમાઈ વનરાજ મદારી સહિતના તેના મળતિયા આવી ગયા
હતા અને ઘાતક હથિયારો વડે હુમલો કર્યોે હતો. બાદમાં બધા ત્યાંથી ભાગી ગયા હતા. આ
હુમલામાં તકલીબેન પિપલનાબ મદારી
,
કલાબેન દામુનાથ મદારી,
રાજુનાથ દિલીપનાથ મદારી,
પૃથ્વીરાજ વનરાજભાઈ મદારી,
સચિન મદારી, ધારાનાથ
મદારી
, મુન્નાનાથ
મદારી
, એરનબેન
મદારી
, નેતલ
મદારી
, જગનાથ
મદારી
, અનંત
મદારી
, મુન્નાનાથ
મદારીને ઈજાઓ થઈ હતી. જેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.

જ્યાં સચિન મદારી અને પંચના માણસ મુન્નાનાથ મદારીનું સારવાર
દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે એરનબેન મદારી સહિત ચાર લોકોને વધુ સારવાર અર્થે
અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યાં છે.

સાત આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ

(૧)વનરાજનાથ
ઉર્ફે વનિયો કંચનનાથ મદારી (૨) રાહુલનાથ કંચનાથ મદારી (૩) અકબરનાથ નટવરનાથ મદારી
(૪) સુનિલનાથ દિવાનનાથ મદારી (૫) નરેશનાથ ઉર્ફે એચ્યો સમજુનાથ મદારી (૬) રાહુલનાથ
ઢાલનાથ મદારી (૭) રાજુનાથ નટવરનાથ મદારી તમામ રહે-દહેગામ ગણેશપુરા મદારીનગર
તા-દહેગામ જી-ગાંધીનગર

સૂત્રધાર વનરાજ સામે સંખ્યાબંધ ગુના

સાસરી પક્ષ ઉપર ખૂની હુમલો કરનાર આરોપી વનરાજનાથ ઉર્ફે વનિયો
કંચનનાથ મદારી સામે ગાંધીનગર ઉપરાંત રાજ્યભરના અલગ અલગ પોલીસ મથકોમાં બાવાનો વેશ ધારણ
કરીને લોકો સાથે છેતરપિંડી કરવાના સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા છે. થોડા સમય અગાઉ ગાંધીનગર
પોલીસ દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી હતી હાલ આ હત્યા સહિતના ગુનામાં પોલીસ તેને
હવે શોધી રહી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon