- ગામેગામના માટી ભરેલા તમામ કળશોને દિલ્હી મોકલાવાશે
- અમૃત કળશ યાત્રામાં બીએસએફ જવાનોનું શાલ ઓઢાડીને સન્માન કરાયુ
- જેમાં પોલીસ તથા બીએસએફના જવાનો પણ જોડાયા હતા
દહેગામ તાલુકામાં આજે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત અમૃત કળશયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પોલીસ તથા બીએસએફના જવાનો પણ જોડાયા હતા. જેમનું શાલ ઓઢાડીને સન્માન કરાયુ હતું.
દહેગામની 93 ગ્રામપંચાયતોમાં મારી માટી મારો દેશ અભિયાન હેઠળ ભ્રમણ કરીને ગામેગામથી શહીદ સ્મારક માટે માટી ભેગી કરવામા આવી હતી. આજે તમામ ગામની માટી ભેગી થઇ ગઇ હોવાથી તાલુકા મથકે અમૃત કળશયાત્રા કાઢવામાં આવી હતી. એસટી ચોકીથી રેલી સ્વરુપે નીકળેલી યાત્રા તાલુકા પંચાયત ખાતે પહોચી હતી. જ્યાં જવાનો દ્વારા સ્વાગત કરાયુ હતુ. માટીને તમામ ગામોના સરપંચો તથા તાલુકા તથા જીલ્લા પંચાયત સદસ્યોની તેમજ ગામેગામના તલાટીઓની હાજરીમાં દહેગામ તાલુકા પંચાયત ખાતે મુકવામાં આવી હતી. કળશયાત્રામાં બીએસએફના જવાનો તેમજ પોલીસ જવાનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયુ હતુ. બાદમાં તાલુકા પંચાયત ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં સાંસદસભ્ય હસમુખ પટેલ તથા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ દ્વારા બીએસએફ તથા પોલીસ જવાનોનું શાલ તથા ફુલછડી આપીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ.