- ગોપલાજી મંદિર દ્વારા ભોજનની પહેલ :નજીવી કિંમતે લોકોને ભોજન કરાવશે
- જરુરીયાતમંદ લોકોને અન્નક્ષેત્ર મારફત મફત ટિફીનની પણ વ્યવસ્થા
- અન્નક્ષેત્રમાં જરુરીયાતમંદ લોકોને એકદમ મફતમાં ભોજન ટીફીન આપવામાં
દહેગામ ખેતીવાડી માર્કેટયાર્ડ ખાતે આજે અન્નક્ષેત્રનો પ્રારંભ કરાયો હતો. નવિન અન્નક્ષેત્રમાં સસ્તાદરે બહારથી આવતા ખેડૂતો અને ગ્રાહકોને પૌષ્ટિક ભોજન પીરસવાની પહેલ દહેગામના ગોપાલજી મંદિર દ્વારા કરાઇ છે.અન્નક્ષેત્રમાં જરુરીયાતમંદ લોકોને એકદમ મફતમાં ભોજન ટીફીન આપવામાં આવશે. સામાન્ય જનતા માટે માત્ર 30 રુપિયાના દરે ભરપેટ ભોજન કરાવવાની મંદિર તથા માર્કેટયાર્ડની સંયુક્ત પહેલને લોકોએ આવકારી હતી.આજે ભોજનશાળાને ખુલ્લી મુકાઇ હતી.
30 રુપિયામાં નાસ્તો કરવો પણ આજના સમયમાં કઠિન છે ત્યારે દહેગામના ગોપાલજી મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોને 30 રૂપિયામાં ભરપેટ ભોજન કરાવવાનુ બીડુ ઝડપ્યુ છે. મંદિર દ્વારા આજથી દહેગામ માર્કેટયાર્ડમાં અન્નક્ષેત્રનો પ્રારંભ કરાયો હતો. જેનુ ઉદ્ઘાટન દહેગામના ધારાસભ્ય બલરાજસિંહે કર્યુ હતુ. ભોજનની થાળીમાં દાળભાત, કઠોળ, શાક તેમજ રોટલી કે પુરી પીરસવામાં આવશે અને અનલિમિટેટ ભરપેટ થાળીને બહારથી આવતા તેમજ દહેગામ સહીતના કોઇ પણ નાગરીકો જમી શકશે.ખાસ કરીને બહારથી આવતા ખેડૂતો માટે આ વ્યવસ્થા આશિર્વાદ સમાન બનશે. ઉનાળાની સીઝનમાં સામાન્ય રીતે લારીઓ કે રેસ્ટોરંટમાં ભોજન કરવુ ઘણા લોકોને પસંદ નથી હોતુ આવા સમયે આ અન્નક્ષેત્રનો લાભ મળશે. 30 રુપિયાની કિંમત માત્ર ટોકન સમાન હોવાથી સ્વાભિમાની લોકોને મફતમાં ના જમવાનો છોછ પણ નહી રહે એમ માનવામાં આવી રહ્યુ છે. આજે અન્નક્ષેત્ર પ્રારંભ પ્રસંગે દહેગામ ધારાસભ્ય તથા એપીએમસી ચેરમેન સુમેરુ અમીન, પુર્વ આપીએસ વિ.વિ.રબારી સહીત દહેગામની વિવિધ સંસ્થાના હોદ્દેદારોની હાજરી રહી હતી.